પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તે વિજ્ઞાનનો વીડિયો સોશિયલ મીડિયા ગ્રૂપમાં મૂકવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી કોલેજના બાથરૂમમાં માર માર્યો
હરીવદના કોલેજમાં એલ. એલ. બીમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીને કોલેજના બાથરૂૂમમાં તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતા અન્ય છાત્રોએ હુમલો કરતા આ મામલે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તેવો વિજ્ઞાનનો વિડીયો બાબતે બે વિધાર્થી સહીતનાઓએ ઝગડો કરી મારમાર્યો હતો.
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર ઓમનગર 40 ફૂટ સેડ પટેલ નગ2માં વિવેક મકાન ખોડીયાર પાનની બાજુમાં રહેતા અને હરીવદના કોલેજમાં એલ. એલ. બીમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિવેકભાઈ રસીકલાલ કાલરીયા (ઉવ 39)એ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરતભાઇ જોષી તથા યગ્નેશભાઈ મહેતા અને તપાસમાં ખુલે તે તમામના નામ આપ્યા છે.ફરિયાદમાં વિવેકે જણાવ્યા મુજબ ગત તા.04/12/2024 રોજ વોટસએપમાં એપ્લીકેશનમાં હરીવદના કોલેજના એલએલબી નામના ગ્રૂપમાં યુટ્યુબર ધ્રુવ રાડીનો પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તેવો વિજ્ઞાનનો વિડીયો મુક્યો હતો.
ગ્રુપમાં લીક શેર કરેલ અને જેમાં ઘણા બધાએ કારણવગર ની ટીપણીઓ કરેલી જેથી વિવેકે આ બાબતે તથ્યો અને તાકીકકતા ઉપર ચર્ચા કરવા કહ્યું અને ખોટો વિવાદ નહીં કરવાં કહ્યું અને જેમાં ભરતભાઇ જોષી તથા યગ્નેશભાઈ મહેતા, અચેનાબેન સરવૈયા,યુવીબેન સતાસીયા ઉર્ફે એન્કર ધ્રુવીબેન પટેલ તેની સાથે સાથે આપનાર બીજા આરોપીઓ શક્તિભાઈ જાડેજા,રાહુલભાઇ પરમાર, નીધીબેને અકબરી, પ્રિસભાઈ રામાણી આ બધાએ ગુપમાં વિવેકે શેર કરેલ વિડીયો ઉપર ખાસ વિચાર ધારા અને દુ:પ્રચારથી પ્રેરાયને આ વિડીયોમાં કહેલી વિજ્ઞાનનની વાતો, વિડીયો બનાવનાર ઉપર કાયદા વિરુધ્ધની ખોટી અને કારણ વગરની ટીપ્પણીઓ કરવા લાગ્યા અને ત્યારબાદ તેમણે બધાએ વિવાદ અને ઝગડો કરી અને માર મારવાની ધમકી આપેલી અપહરણ કરવાની ધમકી આપેલી અને ખાનદાન ખોઈ નાખવાની ધમકી આપેલી અને જાહેરમાં અપમાન કરવાં લાગેલ અને ધર્મ ઉપર ટીપણી કરી કોલેજે કાલે આવીજા મળી અને જોઈ લેશું તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ પ્રોફેસર આબીદભાઇ માકડાને વિવાદની જાણ કરેલી ત્યારબાદ પ્રોફેસર આબીદભાઇએ સમાધાન કરાવવાં વિવેકને ફોન કરી કોન્ફરન્સમાં યગ્નેશભાઈ મહેતા તથા શક્તિભાઈ જાડેજા સાથે વાત કરાવી હતી. સમાધાનની વાત કરતા યગ્નેશભાઈ મહેતા ફોનમાં જેમ ફાવે તેમ બોલી ઝગડો કરી ગાળા ગાળી કરી હતી જેથી પ્રોફેસર આબીદ ભાઈએ કોલ કટ કરી નાખેલ.
ત્યારબાદ તા. 09/12/2024ના રોજ વિવેક હરીવંદના કોલેજમાં લેક્ચર ભરવા ગયેલ ત્યારે લેકચર પૂરો કરી બાથરૂૂમ કરવા ગયેલ અને ત્યારે ભરતભાઇ જોષી અને યગ્યેશ મહેતાએ હુમલો કર્યો હતો.વિવેકના મિત્રોએ તેને બચાવવા વચ્ચે પડ્યા હતા. વિવેક ત્યાંથી ભાગી પ્રોફેસરના રૂૂમમાં જઈ તમામ ઘટનાની જાણ કરી હતી. હુમલો કરનાર ભરત જોષી અને યગ્નેશ મહેતાં ત્યાં આવી ફોનમાં વિડીયો શૂટીંગ ચાલુ કરેલ અને તમામની હાજરીમાં અભદ્ર વર્તન કર્યું હતું. હરીવંદના કોલેજમાં ભયનું વાતાવરણ ઉભું કરનાર સામે અતે પોલીસ ફરિયાદ નોંધવી હતી
