રાજકોટમાં ખાનગી બસ અડફેટે ધોરણ 10ની છાત્રાનું મોત: નાની બહેન ગંભીર

માતા અને મોટી બહેન રિક્ષામાં બહાર જમવા નીકળ્યા બાદ બંને બહેનો સ્કૂટરમાં જવા નીકળી ને કાળ ભેટયો રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન…

માતા અને મોટી બહેન રિક્ષામાં બહાર જમવા નીકળ્યા બાદ બંને બહેનો સ્કૂટરમાં જવા નીકળી ને કાળ ભેટયો

રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન અકસ્માતની ઘટનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં નાનામવા રોડ પર આવેલા ભીમનગરમાં રહેતી ધો.10ની છાત્રા તેની નાની બહેનને લઈને માતા અને મોટી બહેન બહાર જમવા ગયા હતાં ત્યાં સ્કુટર લઈ જઈ રહી હતી ત્યારે જામનગર રોડ પર ખાનગી બસના ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલી ધો.10ની છાત્રાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની નાની બહેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં નાના મવા મેઈન રોડ પર આવેલા ભીમનગરમાં રહેતી તન્વીબેન દિનેશભાઈ વાઘેલા (ઉ.15) તેની નાની બહેન કાવ્યાબેન દિનેશભાઈ વાઘેલા (ઉ.10)ને સ્કુટરમાં બેસાડી જામનગર રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી ખાનગી બસના ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી બસ ચાલક નાસી છુટયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને ઈજાગ્રસ્ત બન્ને બાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ગંભીર રીતે ઘવાયેલી તન્વીબેન વાઘેલાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક તન્વીબેનના પિતા હયાત નથી તન્વીબેન ત્રણ બહેનમાં વચેટ હતી. તન્વીબેન ધો.10માં અભ્યાસ કરતી હતી જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કાવ્યાબેન ધો.7માં અભ્યાસ કરે છે. તન્વીબેનના માતા નિશાબેન અને તેની મોટી બહેન દર્શનાબેન જામનગર રોડ પર આવેલી હોટલ ખાતે જમવા જવા માટે ઘરેથી રીક્ષામાં નીકળ્યા હતાં. જ્યારે તન્વીબેન વાઘેલા પોતાની નાની બહેન કાવ્યાબેન વાઘેલાને સ્કુટરમાં બેસાડીને જમાવા નીકળી હતી. તે દરમિયાન ખાનગી બસના ચાલકે સ્કુટરને ઉલાળતાં જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું અને કાવ્યાબેનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ખાનગી બસના ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *