અલગ – અલગ ત્રણ જગ્યાએ મારામારી : મહિલા સહિત ત્રણ ઘવાયા
શહેરમા નાના મવા વિસ્તારમા આવેલા ભીમનગરમા ઘર પાસેથી ચાલવા મુદે મારામારી થઇ હતી જેમા સામ સામે પક્ષે પિતા – પુત્ર સહીત ત્રણને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભીમનગરમા રહેતા કાનાભાઇ ઉર્ફે જેન્તીભાઇ તળશીભાઇ વાઘેલા (ઉ.વ. પ0) પોતાનાં ઘર પાસે હતા. ત્યારે ગાંડુ મોહન સહીતનાં શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. જયારે વળતા પ્રહારમા ગાંડુભાઇ મોહનભાઇ વઢીયારા (ઉ.વ. પપ ) અને તેનાં પુત્ર મુકેશ ગાંડુભાઇ વઢીયારા (ઉ.વ. રર ) પર કાના ઉર્ફે જેન્તી, સુનીલ અને સાગર સહીતનાં શખસોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. મારામારીમા ઘવાયેલા પિતા – પુત્ર સહીત ત્રણેયને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયા હતા. પ્રાથમીક તપાસમા ઘર પાસેથી નીકળવા મુદે બંને પરીવાર વચ્ચે મારા મારી થઇ હોવાનુ જાણવા મળ્યુ છે.
અન્ય બનાવમા એરપોર્ટ રોડ પર રઘુનંદન સોસાયટીમા રહેતા મેહુલભાઇ મુકુંદભાઇ યાજ્ઞીક (ઉ.વ. પપ ) એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમા હતા.
ત્યારે જતીન શુકલ, મનીષ ત્રીવેદી અને નીલેશ સહીતનાંએ પટ્ટા વડે માર માર્યો હતો . બીજા બનાવમા માંડા ડુંગરમા રમેશભાઇ બચુભાઇ ચારોલીયા (ઉ.વ. 4ર) ને નીતીન નામનાં શખસે હાથમા ચપુ મારી દીધી હતી. જયારે રૈયા ગામમા રહેતી ટીમ્ટીબેન ભાણાભાઇ સાડમીયા નામની ર0 વર્ષની પરણીતા શેઠનગરમા તેની માતાનાં ઘરે હતી. ત્યારે અજાણ્યા શખસોએ કાચની બોટલ મારી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
