સોડા – બોટલના ઘા કરી બે ટુ વ્હીલરમાં તોડફોડ કરી : સામસામી ફરિયાદ
આજી જીઆઇડીસીમા આવેલા ખોડીયાનગરમાં પાલતુ શ્વાન મુદે માથાકૂટ થઇ હતી. જેમાં સામસામે ધોકા – તલવાર ઉડતા ચારને ઇજા પહોંચી હતી બે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને ઘર પર સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતાં. આ અંગે થોરાળા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ 80 ફુટ રોડ પર ખોડિયારનગર શેરી નંબર 4 માં રહેતા દિવ્યાબેન નિર્મળભાઈ મકવાણા (ઉ.વ 26) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુનેદ, ઇલિયાસ, યુનુશ અને પમો મુસ્લિમના નામ આપ્યા છે. દિવ્યાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના દસેક વાગ્યે તેમના નણંદ શિલ્પાબેન માણસુરભાઈ (રહે. ખોડીયારનગર મેઇન રોડ) ને લતામાં રહેતા બાપુ ઉર્ફે ફકીર વગેરે કૂતરૂૂ શેરીમાં ના રાખો દૂધ ન પીવડાવો અહીં બધાને કરડે છે. તેમ સમજાવવા ગયા હતા.
બાદ રાત્રિના સવા બારેક વાગ્યે આસપાસ દિવ્યાબેન તેમના પતિ નિર્મલભાઇ જેઠ શૈલેષભાઈ સસરા માણસુરભાઈ તથા નણંદ શિલ્પાબેન બધા ઘર પાસે ખોડીયારનગર શેરી નંબર 4 માં હતા ત્યારે આરોપીઓ અહીં ધસી આવ્યા હતા અને ગાળો બોલી માથાકૂટ કરી હતી. ઇલીયાસના હાથમાં તલવાર હોય જેનો ઘા મારવા જતા દિવ્યાબેનને હાથ આડો રાખતા હાથમાં ઇજા પહોંચતી હતી તેમજ તેના પતિ નિર્મલભાઇને ધોકા વડે માર મારતા પહોંચી હતી તથા યુનુસ પણ તેમના પતિને મારમાર્યો હતો અને પમો મુસ્લિમે ઢીકાપાટુનો માર માર્યો હતો.
બાદમા આ ચારેય શખસો સોડા બોટલોના ઘા કર્યા હતા એટલું જ નહીં શિલ્પાબેનના ઘર પાસે શેરીમાં તેઓના પાર્ક કરેલા પ્લેટીના અને જીપીટરમાં ધોકા મારી નુકસાન કર્યું હતું. ઝપાઝપીમાં શિલ્પાબેનનો ફોન પણ પડી ગયો હતો. આ હુમલામાં દિવ્યાબેનને સામાન્ય ઇજા પહોંચી હોય સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર લઈ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
સામાપક્ષે શબ્બીરભાઈ અલારખાભાઈ ચૌહાણ (ઉ.વ 33 રહે. ખોડીયારનગર શેરી નંબર 5) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શિલ્પા માણસુરભાઈ મકવાણા, નિર્મળ માણસુરભાઈ, માણસુર મકવાણા અને શૈલેષ માણસુરના નામ આપ્યા છે. શબ્બીરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કલર કામ કરવાનો કોન્ટ્રાક્ટ રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રિના શેરીમાં રહેતા લાલ મોહમ્મદ ફતેસા શેખનો દીકરો જે ચાર વર્ષનો હોય તે ખોડીયારનગર મેઇન રોડ પર ગયેલ ત્યારે ત્યાં રહેતા શિલ્પાબેનના પાલતુ કૂતરો કરડવા જતાં ફરિયાદી તથા તેમના મોટાભાઈ ફિરોજભાઈ અને ફતેશાહ વગેરે શિલ્પાબેનને કૂતરું રોડ ઉપર રેઢુ મુકો નહીં આવતા જતા માણસોને કરડી જશે તેમ સમજાવવા ગયા હતા.
ત્યારે સામાન્ય બોલાચાલી થઈ હતી. એક જ લતામાં રહેતા હોય જેથી સમાધાનની વાતચીત કરી હતી. ત્યારબાદ રાત્રિના સવા બારેક વાગ્યે ફરિયાદી તથા તેમના મોટાભાઈ ફિરોજભાઈ કાકા તેમના શેઠ મહેશભાઈ વગેરે ખોડીયારપરા મેઇન રોડ પર હતા ત્યારે આરોપીઓએ અહીં આવી માથાકૂટ કરવા લાગ્યા હતા.
દરમિયાન નિર્મળે તલવારનો એક ઘા ફરિયાદીને કાંડાના ભાગે મારી દીધો હતો માણસુરે તેને પકડી રાખી શૈલેષ તથા શિલ્પાબેને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીના મોટાભાઈ ફિરોજભાઈ અને કાકા ઈલિયાસભાઈને પણ આ ચારેય શખસોએ માર માર્યો હતો જેમાં ત્રણેયની ઇજા પહોંચી હોય જેથી મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જે અંગે તેમણે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
