રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ કર્મચારીઓમાં હાલ એકથી વધુ યુનિયનો વચ્ચે ધમાસાણ ચાલી રહ્યુ છે. બોગસ મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટના આધારે કામદારોના સ્વૈચ્છિક રાજીનામા ટેબલ નીચેના વહીવટથી મંજૂર થતા હોવાના આક્ષેપ સાથે યુનિયનના એક જૂથના આગેવાન પારસ બેડિયાએ આવા કેટલાક કથિત કૌભાંડોના કિસ્સા પુરાવા સાથે બહાર પાડ્યા હતા. પારસ બેડિયા વિરુધ્ધના યુનિયન જૂથના સફાઇ કામદારો આજે મોટી સંખ્યામાં મનપા કચેરીએ એકઠાં થયા હતા. ‘કહેવાતા સફાઇ કામદાર આગેવાન પારસ બેડિયા વાલ્મિકી સમાજના બાળકી પર દુષ્કર્મનો આરોપી છે તેના પર કોઇએ ભરોસો મુકવો નહીં’ તેવી પત્રિકા સાથે કચેરીના પ્રાંગણમાં સુત્રોચ્ચાર કરી પારસ બેડિયાના કથિત કરતૂતો અને કૌભાંડોના આક્ષેપો કર્યા હતા. આ તમામ આક્ષેપોની તપાસ કરવાની માગણી સાથે મ્યુનિ.કમિશનર અને મેયરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.
વાલ્મીકી સમાજના પ્રમુખ મુકેશ પરમારે કમિશનરને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ જે સફાઈ કામદાર યુનિયનના નામે તે દબાવવાની કોશીષ કરે છે તે રાજકોટ કામદાર યુનિયન રજી. નં. જી.આર. 81, 2018 માં યુનિયનના નિયમ મુજબના કાયમી કામદારો જોડાયેલા નથી અને રાજકોટ મહાનગરપાલિકામાં કામદારો ન હોય તેવા બહારના લોકો જોડાયેલ છે.
પારસ બેડીયા એ સમાજની 12 વર્ષની બાળા પર દુષકૃત્ય કરેલ જેના વિરૂૂધ્ધ રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના એ-ડીવીઝનમાં ગુ.ર.નં. 1120850 214861/2021 ઈ.પી.કો. કલમ-376 (2)(એન) 506(2) થી પોકસોનો ગુનો નોંધાયેલ છે. 3 વર્ષ પહેલા શારદા બાગ ખાતે વાલ્મીકી સમાજના અઢી થી ત્રણ હજાર જેટલા વાલ્મીકી સમાજના લોકો આગેવાનો તથા સમાજના પંચ પટેલો દ્વારા પારસ બેડીયા, ચેતન ચુડાસમા, ચંદ્રેશ સાનીયા સહિતના તેની ટોળકીના લોકોને વાલ્મીકી સમાજની નાત બહાર કરેલ છે. પારસ બેડીયા કોન્ટ્રાકટ બેઈઝ પર કામ કરતા છેલ્લા ચાર વર્ષથી સફાઈ કામદારો તથા હજારો દલીત સમાજના લોકો પાસેથી 4-4 હજાર રૂૂપિયા ઉઘરાવી અમો તમારી સફાઈ કામદારમાં ભરતી કરાવી દેશું તેવી લાલચ આપી લાખો રૂૂપિયાનું કૌભાંડ કરેલ છે.
વધુમાં પારસ બેડીયા અને તેની ટોળકીના સભ્યો અલગ-અલગ વોર્ડ તથા અન્ય સરકારી કચેરીઓમાં જઈને યુનિયન નામે ધાક-ધમકીઓ આપી વોર્ડના એ સુપરવાઈઝરી સ્ટાફ કે સરકારી કચેરીઓના સ્ટાફ ના વિડીયો ઉતારી તેને તથા કોન્ટ્રાકટરોને પહેલા સોશ્યલ મીડીયામાં બદનામ કરે છે ત્યારબાદ મસ-મોટી રકમ નો તોડ કરી સમાધાન કરે છે. પારસ બેડીયા દ્વારા સરકારી કચેરીઓના અધિકારીઓ ને બદનામ કરવા અવનવા પેતરા અજમાવવામાં આવે છે. જીલ્લા કોર્ટ જેવી સર્વોચ્ચ સંસ્થામાં બે વ્યકિતઓ પાસે દારૂૂની બોટલ મુકાવવાનું ષડયંત્ર કરી કોર્ટ પરીસર જેવી સંસ્થા બદનામ થાય તેવું કાવતરૂૂ પારસ બેડીયા તથા તેના સાગરીત ચંદ્રેશ સાનીયા દ્વારા કરવામાં આવેલ છે.
