બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયા

શહેરની ભાગોળે આવેલા બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયુ હતું. જેમાં સામસામે પક્ષે ત્રણ યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…

શહેરની ભાગોળે આવેલા બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયુ હતું. જેમાં સામસામે પક્ષે ત્રણ યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના બેટી રામપરા ગામે રહેતા રૂપસંગ ચોથાભાઇ મકવાણા (ઉ.વ.32) પોતાના ગામમાં હતો ત્યારે વછરાજ, દીપક, દેવરાજ, રમેશ અને હરેશ સહિતના શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં દેવરાજ ગેમાભાઇ ભલગામડીયા (ઉ.વ.36) અને તેના પતિરાઇ રમેશ છગનભાઇ ભલગામડીયા (ઉ.વ.42) ઉપર જયદીપ, રૂપસંગ, મોહીત, દીલીપ, જીવરાજ, રમેશ, રાહુલ, ધનજી અને બાબુ સહિતનાએ હુમલો કરી માર માર્યો હતો. મારા મારીમાં ઘવાયેલા ત્રણ યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં રૂપસંગ મકવાણાની પિતરાઇ બહેન સાથે દેવરાજ ભલગામડીયાને પ્રેમ સંબધ હતો. જે પ્રેમપ્રકરણ મુદ્દે સમાધાન થઇ ગયા બાદ દેવરાજ ભલગામડીયા સહિતના શખ્સોએ હુમલો કરતા બંને પક્ષ વચ્ચે માર મારી થઇ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *