સિવિલના એક્સ-રે વિભાગમાં દર્દીઓના ધસારાથી દેકારો

અમરનાથ યાત્રિ, પોલીસ ફિટનેસ અને રૂટીન દર્દીઓના કારણે ધસારો થતાં લાંબી કતારો લાગી, સિક્યોરિટી બોલાવવી પડી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓનો…

અમરનાથ યાત્રિ, પોલીસ ફિટનેસ અને રૂટીન દર્દીઓના કારણે ધસારો થતાં લાંબી કતારો લાગી, સિક્યોરિટી બોલાવવી પડી

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક્સ-રે વિભાગમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઇનો લાગતા વ્યવસ્થા ખોરવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય દર્દીઓની સાથે અમરનાથ યાત્રીઓ અને પોલીસ ફિટનેસ સર્ટિફિકેટ માટે આવતા લોકોના કારણે એકસ રે વિભાગમાં લાંબી કતરો લાગતાં દર્દીઓનો દેકારો મચી ગયો હતો. જેના કારણે સિકયોરિટી ગાર્ડને બોલાવવાની ફરજ પડી હતી.

હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ભીડ વધવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આગામી અમરનાથ યાત્રા માટે જરૂૂરી હેલ્થ સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. નિયમ મુજબ છાતીનો એક્સ-રે ફરજિયાત હોવાથી અહીં લાઈનો લાગી છે. જ્યારે પોલીસ ફિટનેસ ટેસ્ટ માટે ભરતી પ્રક્રિયા અને રૂૂટિન ફિટનેસ ક્લિયરન્સ માટે પોલીસ જવાનો અને ઉમેદવારોનો ધસારો પણ એક્સ-રે વિભાગમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રૂૂટિન દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

એક્સ-રે કરાવવા માટે દર્દીઓને કલાકો સુધી ઉભા રહેવું પડી રહ્યું છે. વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને આ લાંબી કતારોમાં ઉભા રહેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. કતારો એટલી લાંબી છે કે એક્સ-રે રૂૂમની બહાર લોબી સુધી લોકોની ભીડ જોવા મળી હતી. એકસ-રે વિભાગમાં દર્દીઓના ભારે ધસારાના કારણે લાંબી લાઈનો લાગતાં કલાકો સુધી એકસ-રેમાં વારો ન આવતાં દર્દીઓએ દેકારો કરી મુકયો હતો. જેના કારણે પરિસ્થિતિ અનિયંત્રીત બનતા સિકયોરિટી ગાર્ડને બોલાવવાની ફરજ પડી હતી.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મશીનો કાર્યરત હોવા છતાં એકસાથે ત્રણેય કેટેગરીના લોકો આવતા આ સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ભીડને કાબૂમાં લેવા અને કામગીરી ઝડપી બનાવવા વધારાના સ્ટાફની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *