સિવિક સેન્ટરમાં અરજદારોને પગે પાણી નહીં ઉતરે…!

રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનની કચેરી ખાતે આવેલ સિવિક સેન્ટરમાં છેલ્લા એક-બે અઠવાડિયાથી ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં અનેક સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા ચાલી…

રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનની કચેરી ખાતે આવેલ સિવિક સેન્ટરમાં છેલ્લા એક-બે અઠવાડિયાથી ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં અનેક સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી હોઇ તેના દાખલા કાઢવા તેમજ જન્મ-મરણના દાખલામાં સુધારા માટે પણ ભારે ભીડ ઉમટે છે. ગઇકાલે જ રાજકોટ શહેરમાં 41.7 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું આવી ગરમીમાં રાહત આપવા માટે સિવિક સેન્ટરની બહાર અરજદારોને છાંયડામાં બેસવા માટે ખુરશી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તેનાથી પગને આરામ મળશે પરંતુ કેટલા ધક્કા થાય તેનાથી પગે પાણી ઉતરે તો નવાઇ નહીં !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *