ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, કમળાના કેસમાં સતત વધારો, ગંદકી કરતા 550 આસામીઓને નોટિસ
શહેરમાં સતત વરસાદી માહોલના કારણે મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા અને કમળાના કેસમાં ફરી વખત ઉછાળો આવતા તેમજ શરદી ઉધરશ તાવના 1866 નવા કેસ મનપાના આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન નોંધાયા હતા. ટાઇફોઇડના કેસ સતત વધતા ગઇકાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યાનું જાણવા મળેલ છે. આથી આરોગ્ય વિભાગે ગંદકી અને મચ્છર ઉત્પતી સબબ 550 આસામિઓને નોટિસ ફટકારી હતી.
શહેરમાં વધી રહેલા રોગચાળાના કારણે ઘનશ્યામનગર કોઠારીયા રોડ પર રહેતા એક યુવકનું છેલ્લા ત્રણ માસથી ટાઇફોઇડ થયો હતો. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ જેનુ વહેલી સવારે મોત નીપજ્યુ હતું. આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.18/08/2025 થી તા.24/08/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 71,434 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1463 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુવે રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1164 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂરલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 328 અને કોર્મશીયલ 222 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
