શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી

ગઇકાલ તા.6 એપ્રીલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈની સુચના અને માર્ગદર્શન અનુસાર શહેર…

ગઇકાલ તા.6 એપ્રીલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈની સુચના અને માર્ગદર્શન અનુસાર શહેર ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવાના હોય રાજકોટના સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂૂધ્ધભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેની આગેવાનીમાં મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કશ્યપભાઈ શુકલ, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ દંડક નેતા મનીષ રાડીયા, યુવા મોરચા પ્રમુખ મીલન લીંબાસીયા, શહેર મહિલા મોરચા પૂર્વ પ્રમુખ કિરણબેન માકડીયા સહિત વોર્ડ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રભારી પ્રમુખ, મહામંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટ શહેરના હોદ્દેદારોના નિવાસ સ્થાને તેમજ તમામ વોર્ડના ચુંટણી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવવામાં આવેલ હતો. રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવેલ હતી. તેમ શહેર ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *