સ્કૂલ લિવિંગ સર્ટિ. બાબતે નવા પરિપત્ર અંગે શાળાને અનુભવાતી મુશ્કેલી અંગે રજૂઆત

સરકારના હાલના પરિપત્ર અનુસાર પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર માં તમામ વિગતો ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં નોંધવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ, વ્યવહારમાં…

સરકારના હાલના પરિપત્ર અનુસાર પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર માં તમામ વિગતો ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં નોંધવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ, વ્યવહારમાં અનેક વિસંગતતાઓ ઊભી થઈ રહી છે. હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની વિગતો જનરલ રજીસ્ટરમાં મુખ્યત્વે માત્ર ગુજરાતીમાં નોંધાયેલી હોય છે. આવી સ્થિતિમાં જ્યારે વિદ્યાર્થી અન્યત્ર અભ્યાસ માટે જાય છે અને તેને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવાનું થાય છે, ત્યારે અંગ્રેજીમાં વિગતો કયા આધારે અને કઈ રીતે યોગ્ય રીતે નોંધવી તે બાબતે શાળાના આચાર્યો તથા શિક્ષકોમાં ગુંચવણ સર્જાઈ રહી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા અગાઉથી શાળાઓને આપવામાં આવેલી એલ.સી. બુકો મુખ્યત્વે ગુજરાતીમાં જ છે. હાલમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે અને પરિણામ જાહેર કરવાની તાકીદ છે.

આવી પરિસ્થિતિમાં નવી દ્વિભાષી (ગુજરાતીઅંગ્રેજી) એલ.સી. બુકોની તાત્કાલિક ઉપલબ્ધતા શાળાઓ માટે મુશ્કેલ બની રહી છે. તે સિવાય, પ્રાઇવેટ બુક સ્ટોલોમાં ઉપલબ્ધ એલ.સી. બુકો અલગ અલગ પ્રકારની હોવાને કારણે એકરૂૂપતાનો અભાવ જોવા મળે છે, જેનાથી પ્રશાસનિક ગુંચવણ વધવાની શક્યતા રહે છે.આથી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તરફથી નીચે મુજબના મુદ્દાઓ પર માર્ગદર્શિકા જાહેર કરવા વિનંતી સહ રજૂઆત કરવામાં આવેલ છે. પ્રાથમિક વિભાગમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ગુજરાતી તથા અંગ્રેજીમાં વિગતો નોંધવા અંગે એકસરખી અને વ્યવહારૂૂ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેમજ સમગ્ર રાજ્યમાં એકસરખા નમૂનાની (સ્ટાન્ડર્ડ) એલ.સી. બુક લાગુ કરવામાં આવે જેથી એકરૂપતા જળવાઈ રહે. ભવિષ્યમાં દ્વિભાષી નોંધણી સુગમ બનાવવા માટે જનરલ રજીસ્ટર તથા સંબંધિત દસ્તાવેજોમાં જરૂૂરી ફેરફારો અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે.

અંતમાં, જનરલ રજીસ્ટર તથા એલ.સી. બુક જેવા મહત્વપૂર્ણ અને કાયમી દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને આ બાબતે તાત્કાલિક અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી વિનંતી છે, જેથી શાળાઓમાં કાર્ય સરળતાથી અને વિના ગુંચવણ પૂર્ણ થઈ શકે.આ વિષયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ રાજકોટ ના સહ સંગઠન મંત્રી ઉમેશભાઈ પેથાણી અને ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ પારખીયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ જિલ્લાની કારોબારીમાં આ વિષયની ચર્ચા કરી અન્ય જિલ્લાઓની જેમજ રાજકોટ દ્વારા પણ પ્રાંતના ધ્યાન ઉપર આ વિષય મૂકવામાં આવેલ અને પ્રાંત દ્વારા સરાહનીય પગલું ભરી તાત્કાલિક અસરથી નિયામક ની રજૂઆત કરી છે જે બદલ રાજકોટ જિલ્લા વતી પ્રાંત ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *