ચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યો

કૌટુંબિક ભાણેજ વહુને બાઇકમાં બેસાડી નીકળ્યાની ભાણેજને વાત કર્યાની બોલાચાલીના સમાધાન માટે યુવકને બોલાવી હુમલો કર્યાનો આરોપ ચોટીલાનાં ખેરડી ગામે રહેતા અને ચોટીલા ભાજપ અનુ…

કૌટુંબિક ભાણેજ વહુને બાઇકમાં બેસાડી નીકળ્યાની ભાણેજને વાત કર્યાની બોલાચાલીના સમાધાન માટે યુવકને બોલાવી હુમલો કર્યાનો આરોપ

ચોટીલાનાં ખેરડી ગામે રહેતા અને ચોટીલા ભાજપ અનુ સુચિત જાતી મોરચાનાં મહામંત્રીએ કૌટુંબીક ભાણેજ વહુનુ બાઇકમા બેસાડીને નીકળ્યાની ભાણેજને વાત કરવા અંગે કૌટુંબીક માસાએ ફોનમા બોલાચાલી કરી હતી જેનાં સમાધાન માટે ચોટીલા ભાજપ અનુ સુચિત જાતી મોરચાનાં મહામંત્રીને ચોટીલા ખાતે બોલાવી ચાર શખ્સે કારમા અપહરણ કરી માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાનાં ખેરડી ગામે રહેતા કાનજીભાઇ વીરાભાઇ વાઘેલા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીનાં દસેક વાગ્યાનાં અરસામા ચોટીલામા આવેલ મારુતી સોસાયટીમા હતો ત્યારે સુખસર ગામનાં મનોજ અને વિપુલ સહીતનાં 4 શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુ અને ઇટ વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો છે.

પ્રાથમીક પુછપરછમા કાનજી વાઘેલા ચોટીલા ભાજપ અનુ સુચિત જાતી મોરચાનાં મહામંત્રી છે ગત ગુરુવારનાં રોજ કાનજી વાઘેલાનાં રાજકોટ રહેતા કૌટુંબીક ભાણેજની પત્નીને હુમલાખોર કૌટુંબીક માસા મનોજ બાઇકમા બેસાડીને જઇ રહયો હોવાની કાનજી વાઘેલાએ ભાણેજને વાત કરી હતી જે વાત વણસતા હુમલાખોર મનોજે કાનજી વાઘેલાને ફોન કરી બોલાચાલી કરી હતી . જે બોલાચાલીનાં સમાધાન માટે કાનજી વાઘેલાને ચોટીલા બોલાવ્યો હતો જયા ચારેય શખ્સોએ કાનજી વાઘેલાનુ કારમા અપહરણ કરી 3 કલાક સુધી અલગ અલગ જગ્યાએ ફેરવી માર માર્યો હતો અને ચોટીલામા રહેતા બાબુભાઇ ચાવડાનાં ઘરે લઇ જઇ માર મારી છોડી દીધો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે આક્ષેપનાં પગલે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *