જામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમ

જામનગર શહેરમાં આવેલી ખાનગી સહિતની જુદી જુદી સ્કૂલે વિદ્યાર્થીઓ ને લેવા-મૂકવા જતી રિક્ષાઓ અને વેનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરવામાં આવતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે…

જામનગર શહેરમાં આવેલી ખાનગી સહિતની જુદી જુદી સ્કૂલે વિદ્યાર્થીઓ ને લેવા-મૂકવા જતી રિક્ષાઓ અને વેનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરવામાં આવતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે. પરંતુ આ મુદ્દે કોઇ ગંભીર પગલાં લેવાતા નથી. પ્રસ્તુત તસ્વીરમાં રણજીત રોડ પર દિપક ટોકીઝ નજીકનાં વિસ્તારમાં દોડતી સ્કૂલ રિક્ષામાં પાછળ ક્ષમતા કરતા વધુ બાળકો બેઠેલા જોવા મળે છે. બાળકો તો માસૂમ છે. અને એની મસ્તી માં છે, અને અકસ્માતનાં જોખમ થી અજાણ છે. પરંતુ ટ્રાફિક પોલીસ ક્યાં છે ? એ સવાલ ઉદ્ભવે છે.

પોલીસ તંત્ર દ્વારા શહેર જિલ્લામાં 31 ડિસેમ્બર ના સ્પેશ્યલ ડ્રાઇવ યોજીને સપાટો બોલાવી દીધો હતો. તેજ રીતે પોલીસ દ્વારા આવી સ્કૂલ રિક્ષાઓ અને વેનમાં અનેક માસૂમોની જિંદગી દાવ પર લાગેલી જોવા મળે છે, ત્યારે આવી ચેકીંગ દ્રાઈવ રાખવી ખૂબ જરૂૂરી બની છે કારમી મોંઘવારીમાં થોડા વધુ પૈસા કમાઈ લેવા રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને ભરનાર રિક્ષાચાલક કરતા આ મુદે આંખ મીંચામણા કરતા તંત્ર અને વાલીઓની જવાબદારી વધુ ઠેરવવી કે નહી? એ પણ ચિંતનનો વિષય છે. સુરતના તક્ષશિલા કાંડ કે વડોદરાના હરણી બોટ કાંડ કે મોરબી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય પછી થોડો સમય નિયમોના કડક પાલન માટે જાગી ગયેલી સરકાર ધીમે ધીમે નિંદ્રાધીન થઇ જાય છે ફરી બીજો અકસ્માત ન થાય ત્યાં સુધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *