જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના નગીના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે મેફેડ્રોન ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહેલા ફારૂૂક હસન ખાદીમ નામના શખ્સને એસ.ઓ.જી.એ રંગેહાથ દબોચી લીધો છે. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹46,030નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.
એસ.ઓ.જી.ના પી.આઈ આર.કે પરમાર પીએસઆઈ ડી.કે. સરવૈયા અને તેમની ટીમ દરિયાઈ પટ્ટી પર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ફારૂૂક હસન ખાદીમ ઘાંચી નામનો શખસ માંગરોળના નગીના વાડી વિસ્તારમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે બે સરકારી પંચોને સાથે રાખી રાત્રે 10 વાગ્યાની આસપાસ નગીના વાડી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. સ્ટ્રીટ લાઈટના અજવાળે શંકાસ્પદ રીતે ઉભેલા ફારૂૂકે પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો..
પોલીસે એન.ડી.પી.એસ.એક્ટની કલમ-50 મુજબ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી ફારૂૂકની અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ₹13,500ની રોકડ રકમ, બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને પાછળના ખિસ્સામાંથી છાપામાં વીંટાળેલી પ્લાસ્ટિકની ઝીપ બેગ મળી આવી હતી. આ બેગમાં રહેલા પાવડર જેવી વસ્તુની એફ.એસ.એલ. (FSL) અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા તે ’મેફેડ્રોન ડ્રગ્સ’ હોવાનું પ્રમાણિત થયું હતું. ડિજિટલ વજનકાંટા પર વજન કરતા કુલ 3.58 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત ₹12,530 આંકવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં આરોપી ફારૂૂક ખાદીમે કબૂલાત કરી હતી કે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો તેને રાજસ્થાનના ’નાનુ’ નામના શખસે પૂરો પાડ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાનના શખસને આરોપી તરીકે દર્શાવી તેની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહીમાં ય-જફસતવુફ એપ્લિકેશન દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી ડિજિટલ પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સના આ નેટવર્કનાં મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.
