માધાપર ચોકડી પાસે રહેતા શ્રમિક પરિવારે ઝૂપડીમાં પ્રસૂતિ કરાવી બાળક ત્યજી દીધાનો ઘટસ્ફોટ
દ્વારકાના નવી ત્રેવડ ગામે સગીરા પર દાહોદના શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું
માધાપર ચોકડી પાસે આવેલ સંતોષીનગરની સામે રેલ્વેના પટમાંથી જીવીત નવજાત બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બાળકને 108 ની ટીમે તુરત જ સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડયું હતું. ગાંધીગ્રામે પાલીસની ટીમને તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.જેમાં મૂળ મધ્યપ્રદેશની 15 વર્ષની સગીરાના પરિવારે આ બાળકને ત્યજી દીધાનું સામે આવતાં તેની પૂછતાછમાં દેવભુમિ દ્વારકા પંથકમાં દાહોદના એક શખ્સે તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતાં આ બાળક ત્યજી દીધાનું ખુલતાં પોલીસે આરોપી વિરૂૂધ્ધ બળાત્કાર, પોક્સો એકટ હેઠળ ગુનોનોંધી દેવભૂમિ દ્વારકા પોલીસને તપાસ ટ્રાન્સફર કરી હતી.
વધુ વિગત મુજબ,ગઈ તા.27 ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ શેઠનગરમાં રહેતા ચેતનભાઈ રાયધનભાઈ જીલરીયાની ફરિયાદ પરથી નવજાત બાળકની માતા અને તપાસમાં ખુલે તેના વિરૂૂધ્ધ બાળકને અસુરક્ષીત રીતે ત્યજી દેવાનો ગુનો નોંધ્યો હતો. ફરીયાદી ચેતનભાઈએ જણાવ્યુ હતુ કે, તેઓ જામનગર રોડ સતોષીનગર રોડ ખાતે ચા-પાણી પિતા હતા ત્યારે સંતોષીનગરની સામે રેલવેના પટમાં ઝુંપડપડ્ડી પાસે માણસો ભેગા થયેલ હતા. ત્યાં રડવાનો અવાજ આવતા માણસો ભેગા થયેલ હોય, ત્યા જઈને જોયેલ તાજુ જન્મેલ બાળક સફેદ જેવી ચાદર માવિટાળેલુ હતું. દરમિયાન 112 નો સ્ટાફ આવી જતા બાળકને 108 મારફત આ ઝનાના હોસ્પીટલમાં સારવારમાં ખસેડયુ હતુ.જે બાદ બાળકનો જન્મ થતાં જ ત્યજી દીધાના સામે આવતાં બનાવની આળગની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ પી.બી. વારોતરીયા અને રાઈટર વિશ્વરાજસિંહ દ્વારા હાથ ધરાઈ હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે,જે તે સમયે માધાપર ચોકડી પાસે આવેલ રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ઝોન નજીક ઝુંપડામાં રહેતાં શ્રમિક પરીવાર દ્વારા બાળક ત્યજી દીધેલનું ખુલતાં હાલ મધ્યપ્રદેશ રહેતી સગીરાને બોલાવી પૂછતાછ કરતાં હકીકત સામે આવી હતી.સગીરાએ વર્ણવેલ હકીકત મુજબ,10 મહિના પહેલા તેણી પરીવાર સાથે રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ઝોન નજીક ઝુંપડામાં રહેતી હતી અને પરિવાર મજૂરી કામ કરતો હતો.તે દરમિયાન દેવભૂમિ દ્વારકાના એક ગામે પાણીનો ટાંકો બનાવવાનો હોય જેથી ત્યાં મજૂરીકામે ગયેલ હતાં. ત્યાં આરોપી પણ સાથે કામ કરતો હોય જેને લલચાવી ફોસલાવી ગામ નજીક આવેલ ઝાળી ઝાંખરામાં લઇ જઈ બળજબરીથી શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ ત્યાં કામ પૂરું કરી તેઓ પરત રાજકોટ રહેવાં આવતાં રહેલ હતાં.તે દરમિયાન તેણીને ગર્ભ રહી ગયો હોવાની જાણ થતાં પરીવાર ચોંક્યો હતો. જે બાદ પોતે સગીર હોવાના કારણે પરિવારે તેની ઝુંપડામાં જ પ્રસૃતી કરાવી નાંખી બાળકને ત્યજી દિધું હતું. હાલ પોલીસે સગીરાના પિતાની ફરીયાદ પરથી પુત્રી પર દુષ્કર્મ આચરનાર મુળ દાહોદના ગરબાડાના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
