લાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોત

લાઠીના ભટ્ટવદરમાં ખેતરના શેઢે મુકેલા ઝટકા મશીનના વાયર પર 6 વર્ષિય બાળક પડી જતા વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરના ખેત મજુર પરિવારમાં આક્રંદ સવાયો…

લાઠીના ભટ્ટવદરમાં ખેતરના શેઢે મુકેલા ઝટકા મશીનના વાયર પર 6 વર્ષિય બાળક પડી જતા વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરના ખેત મજુર પરિવારમાં આક્રંદ સવાયો હતો. આ અંગે દામનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

મુળ છોટાઉદેપુરના નસવાડીના ચોસલી ફળીયુ વઘાચના વતની અને હાલ ભટ્ટવદરમાં ગગજીભાઈ નારણભાઈની વાડી ખાતે રહેતા રાકેશભાઈ જયંતિભાઈ ભીલ (ઉ.વ.29)એ જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે 6 વર્ષિય જસવંતભાઇ રાકેશભાઇ ભીલ વાડીના શેઢે મુકેલ ઝટકા મશીનના વાયરને અકસ્માતે અડી ગયો હતો. આ દરમિયાન તેને ઝટકો લાગતા વાયર ઉપર પડી જવાથી ઝકટા મશીનનો શોક લાગ્યો હતો. આ ઘટનામાં 6 વર્ષિય રાકેશ ભીલનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *