તાજેતરમા પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને ભવિષ્યમા કોઈ આતંકવાદી ઘટના ન બને, અથવા તો બનતી અટકાવી શકાય, તે માટે જામનગર જિલ્લામા આવેલા દરીયાઇ વિસ્તારના પોલીસ સ્ટેશનો જેમાં પંચકોષી એ ડીવીઝન. પોલિસ સ્ટેશન, જોડીયા પો.સ્ટે., બેડી મરીન પો.સ્ટે. સિક્કા પો.સ્ટે. વગેરે દ્વારા એસ.ઓ.જી. ની ટિમ તેમજ ફિશરીઝ વિભાગને સાથે રાખીને ચેકીંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉપરોક્ત તમામ વિસ્તરોમા આવેલા બંદરો, તથા જ્યાંથી માચ્છીમારી કરવા માટે બોટો દરીયામા જાય છે, તેવા સ્થળોએ બોટના દસ્તાવેજી કાગળો ચેક કરી તેના માલીકો, ટંડેલ, ખલાસીઓની માહિતી ચેક કરવાની કામગીરી શરૂૂ કરવામા આવી છે.
તેમજ જે બોટોનુ રજીસ્ટ્રેશ થયેલું નથી, તેવી બોટોને અલગ તારવી તેનુ ફિશરીઝ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશ કરાવવાની કામગીરી શરૂૂ કરવામા આવી રહી છે, તેમજ જે બોટો કંડમ થઈ ગયેલી છે, તે બોટોને બંદરો ખાતે અલગ જગ્યાએ પાર્કિંગ કરવવા માટે સૂચનાઓ આપવામા આવી રહી છે.
જામનગર જિલ્લાના દરીયામા તથા દરીયા કાંઠાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને દરીયા કિનારા વિસ્તારના ગામોના લોકોને તથા માચ્છીમારોને કોઈ શંકાસ્પદ બોટ કે શંકાસ્પદ ઈસમો કે શંકાસ્પદ હિલચાલ ધ્યાને આવે, તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કંટ્રોલ રૂૂમમા જાણ કરવા સૂચના આપવામા આવી રહી છે.
