કેશોદના બિલ્ડર પાસેથી પીઆઇનો મિત્ર હોવાનું કહી ચિટરે રૂા.1 લાખ પડાવ્યા

  કેશોદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂૂ.1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર…

 

કેશોદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટરના મિત્ર હોવાનો દાવો કરી એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી રૂૂ.1 લાખની છેતરપિંડી કરી છે. બિલ્ડર હેતલકુમાર ઠુંબરે વર્ષ 2015થી 2019 દરમિયાન ઉન્નતિ પેલેસ એપાર્ટમેન્ટ બનાવવા માટે લીધેલા વ્યાજના નાણાં પરત કર્યા હોવા છતાં તેમના ફ્લેટના દસ્તાવેજો પરત ન મળતા ઓક્ટોબર 2023માં પોલીસ ફરિયાદ કરી હતી.

ફેબ્રુઆરી 2024ના અંતમાં વડોદરાના હિતેશ ગોહેલે ફરિયાદીનો સંપર્ક કરી, પોતાને સોશિયલ વર્કર ગણાવી કેશોદના પીઆઇ એ.બી. ગોહિલનો મિત્ર હોવાનો દાવો કર્યો હતો. એફઆઇઆર નોંધવામાં મદદ કરવાની લાલચ આપી તેણે રૂૂ.1 લાખની માંગણી કરી, જે રકમ ફરિયાદીએ બે હપ્તામાં આંગડિયા મારફતે ચૂકવી હતી. 11 માર્ચે રૂૂ.65,000 અને 12 માર્ચે રૂૂ.35,000.

આરોપીએ ફરિયાદીને અમદાવાદના એડવોકેટ કેવલસિંહ રાઠોડ પાસે નવી અરજી લખાવવાનું કહ્યું, જે કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદીએ પૈસા પરત માંગ્યા, જેમાં આરોપીએ આનાકાની કરતાં આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદી હેતલકુમાર ઠુંબરે જણાવ્યું હતું કે, 2023માં 14 વ્યાજખોરો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી. જેમાં પહેલી વખત અરજી કરતાં કેશોદ પોલીસે મારી અરજી ફાઇલ એ કરી હતી અને ત્યારબાદ બીજી વખત પણ મેં કરેલી અરજી પોલીસે ફાઇલે કરી દીધી હતી. તે સમયે મેં કરેલી અરજી હિતેશ ગોહિલ નામના વ્યક્તિના હાથમાં આવી હતી અને આ હિતેશ ગોહિલનો મને ફોન આવ્યો હતો કે, મને જાણવા મળ્યું છે કે કેશોદ પોલીસે તમારી બે અરજીઓ ફાઇલ કરી દીધી છે. પરંતુ જો તમે કરેલી અરજીની ફરિયાદ રજીસ્ટર કરવી હોય તો કેશોદ પોલીસ સ્ટેશનમાં પીઆઇ એ.બી. ગોહિલ મારા મિત્ર છે. ત્યારબાદ હિતેશ ગોહિલના મને બેથી ત્રણ ફોન આવ્યા હતા અને કહ્યું હતું કે, જો તમારે ફરિયાદ કરવી હોય તો મારે એ. બી. ગોહિલ સાથે વાત થઈ ગઈ છે. આના માટે તમારે એક લાખ રૂૂપિયા આપવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *