સૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર પેટ્રોલ પંપો ઉપર અફરાતફરી

પેટ્રોલની અછતની અફવા ઉડયા બાદ આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ શહેરોમાં પેટ્રોલ પંપો પર સવારથી લોકોએ લાઈનો લગાવી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આરબ યુધ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની…

પેટ્રોલની અછતની અફવા ઉડયા બાદ આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ શહેરોમાં પેટ્રોલ પંપો પર સવારથી લોકોએ લાઈનો લગાવી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આરબ યુધ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી ગઈકાલે ઉઠેલી અફવાઓના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપો પર લોકોએ લાઈનો લગાવી હતી. જેની સામે સરકારે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવાની હૈયાધારણા આપી હતી છતાં લોકોને ભરોસો ન બેઠો હોય તેમ આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી વાહન ચાલકોની લાઈનો લાગતાં અફડાતફડીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેના લીધે તંત્ર દ્વારા પણ પેટ્રોલ પંપો પર વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગોંડલ માં સાંજે શહેર નાં તમામ પેટ્રોલ પંપ માં સ્ટોક ખાલી હોવાની તૈયારી છે.તથા હવે ઇરાન ઇઝરાયેલ નાં યુધ્ધ ને કારણે પેટ્રોલ મળવાની શક્યતા નહીવત હોવાની અફવા ફેલાતા શહેર નાં પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ભરાવવા વાહનચાલકો ની લાંબી કતારો લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.લોકો પેટ્રોલ ની અછત માની વાહનો માં ફુલ ટાંકી કરાવવા ની ફીરાક માં લાગ્યાં હતાં. પરિસ્થિતિ બગડે તે પહેલા સામાજિક અગ્રણી અને પત્રકાર જીતુભાઇ આચાર્ય એ પ્રાંત અધિકારી રાહુલ ગમારા ને પપરિસ્થિતિ અંગે જાણ કરતા તેમણે આ વાત માત્ર અફવા હોવાનું અને જીલ્લા તંત્ર સંભવિત અછત ને પંહોચી વળવા સક્ષમ હોય લોકોએ ગભરાવું નહી તેવું જણાવ્યું હતું.દરમિયાન જીલ્લા કલેક્ટર દ્વારા એક વિડીયો વાયરલ કરી પેટ્રોલ ખલાસ થયા ની અફવા નું ખંડન કર્યુ હતુ.તથા પુરતો સ્ટોક હોવાની ધરપત આપી હતી. બાદ માં લોકોનાં શ્ર્વાસ હેઠા બેઠા હતાં.તેમ છતા મોટા ભાગનાં લોકોએ પોતાનાં વાહનો ની ટાંકી ફુલ કરાવી લીધી હતી.

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સ્થાનિક વર્તમાનપત્રોમાં પ્રસારિત સમાચારમાં દ્વારકા જિલ્લાનાં પેટ્રોલ પમ્પ પર લોકોની કતારો દર્શાવવામાં આવી હતી. પરંતુ આ કતાર કોઈ પેટ્રોલ-ડીઝલની અછતનાં કારણે નહિ પરંતુ પેટ્રોલ પમ્પ સ્ટાફની માનવીય ક્ષતિને કારણે થઈ હતી. પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓમાં કોઈ તથ્ય નથી. જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જેથી આવી કોઈ અફવાને ધ્યાને ન લેવા તેમજ પેટ્રોલ અને ડીઝલની બિનજરૂૂરી સંગ્રહખોરી અને કાળા બજારી તરફ ન દોરાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તંત્રએ જિલ્લાના તમામ નાગરિકોને ખાતરી આપી છે કે ભાવનગર શહેર તેમજ સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ જણાવવામાં આવ્યું છે કે, ઈંધણની કોઈ પણ પ્રકારની અછત નથી. આથી નાગરિકોએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓથી દોરવાઈ જવું નહીં.

અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર બિનજરૂૂરી ભીડ ન કરવા પણ નમ્ર વિનંતી કરવામાં આવી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વહીવટી તંત્ર દ્વારા ઈંધણના પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગભરાટમાં આવીને સંગ્રહખોરી કે પંપ પર લાઈનો લગાવવાને બદલે શાંતિ જાળવવા તંત્રએ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *