આગામી સપ્ટેમ્બરમાં શ્રાવણ વદ-8 (આઠમ)ના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ જન્મોત્સવ પ્રસંગે યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલો નવો સમયપત્રક નીચે મુજબ છે:
મધરાત્રિ 12:00 વાગ્યે: શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી શરૂૂ થશે. મધરાત્રિ 12:00 થી 2:30 વાગ્યા સુધી: જન્મોત્સવ દર્શન ચાલુ રહેશે. રાત્રે 2:30 વાગ્યે: જન્મોત્સવ દર્શન બાદ મંદિર બંધ થશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શરણે આવતા ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આસ્થાના ઘોડાપૂરની સીધી અસર મંદિરની આવક પર પણ જોવા મળી છે. દ્વારકાધીશ જગત મંદિરની આવકમાં વર્ષ 2025-26 દરમિયાન મોટો ઉછાળો નોંધાયો છે. વર્ષ 2025-26માં દાન પેટે 22 કરોડથી વધુની આવક થઈ હતી. છેલ્લા 5 નાણાકીય વર્ષોથી તીર્થનગરી દ્વારકામાં દાન પેટેની આવક સતત વધી રહી છે.
જગતમંદિરની આવકમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ લગભગ 8,27,53,876 જેટલો વધારો જોવા મળે છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો દર વર્ષે સરેરાશ 1.65 કરોડના વધારા સાથે વર્ષ 2021-22માં 13.76 કરોડ જેટલી આવકનો આંક વર્ષ 2025-26 માં 22.04 કરોડ થઈ ગયો છે. આ આવકમાંથી 2 ટકા રકમ ચેરિટી તરીકે ફાળવવામાં આવે છે,જ્યારે 15 ટકા ટ્રસ્ટ ઈન્કમ તરીકે કપાઈ છે. જયારે પુજારીઓનો હિસ્સો 83 ટકા જેટલો રહે છે.
સાંજ અને રાત્રિના દર્શનનો સમય
સાંજે 5:00: ઉત્થાપન દર્શન
સાંજે 5:45 થી 6:00: ભોગ દર્શન બંધ
સાંજે 6:00 થી 7:30: દર્શન ચાલુ
સાંજે 7:30 થી 7:45: સંધ્યા ભોગ (દર્શન બંધ)
સાંજે 7:45 થી 8:00: સંધ્યા આરતી
રાત્રે 8:00 થી 8:10: શયન ભોગ (દર્શન બંધ)
રાત્રે 8:10 થી 8:30: દર્શન ચાલુ
રાત્રે 8:30: શયન આરતી
રાત્રે 8:30 થી 9:00: દર્શન ચાલુ
રાત્રે 9:00 વાગ્યે: મંદિર બંધ થશે
જન્માષ્ટમીના દિવસે દર્શનનો સમય
સવારે 6:00 થી 8:00: મંગળા આરતી અને દર્શન
સવારે 8:00 થી 9:00: શ્રીજીના ખુલ્લા પડદે સ્નાનના દર્શન
સવારે 9:00 થી 9:45: ભીતર પૂજા (દર્શન બંધ)
સવારે 9:45 થી 10:00: દર્શન ચાલુ
સવારે 10:00 થી 10:15: દર્શન બંધ
સવારે 10:15 થી 10:45: દર્શન ચાલુ
સવારે 10:45 થી 11:00: સ્નાન ભોગ અને શૃંગાર ભોગ (દર્શન બંધ)
સવારે 11:00: શૃંગાર આરતી અને દર્શન
સવારે 11:20 થી 11:30: ગ્વાલ ભોગ (દર્શન બંધ)
સવારે 11:30 થી 12:00: દર્શન ચાલુ
બપોરે 12:00 થી 12:30: રાજભોગ (દર્શન બંધ)
બપોરે 12:30 થી 1:00: દર્શન ચાલુ
બપોરે 1:00 થી સાંજે 5:00: મંદિર બંધ રહેશે
