હાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદ

  રાજકોટ મહાનગરપાલિકાને હાઉસ ટેક્સના ચેક આપતા આસામીઓ માટે લાલબતી સમાન ચૂકાદો કોર્ટ સંભાળ્યો છે. જેમાં મિલતક વેરો ભરવા મિલકત ધારકે આપેલો રૂા.94,137નો ચેક પરત…

 

રાજકોટ મહાનગરપાલિકાને હાઉસ ટેક્સના ચેક આપતા આસામીઓ માટે લાલબતી સમાન ચૂકાદો કોર્ટ સંભાળ્યો છે. જેમાં મિલતક વેરો ભરવા મિલકત ધારકે આપેલો રૂા.94,137નો ચેક પરત ફરતા મનપા દ્વારા ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહી દરમિયાન આસામીએ ચેકની મુજબની રકમ ચૂકવી દીધા બાદ કેસ ચાલવા પર આવતા અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મિલકત ધારકને 6 માસની કેદની સજા તેમજ રૂૂ. 1,41,205/- વળતર પેટે ન ચૂકવેતો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ પણ ફરમાવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા પોતાની હદમાં આવતી તમામ મિલકતો પર કાયદેસરનો મિલકત વેરો વસૂલવાનો અધિકાર ધરાવે છે. આ અંતર્ગત રાજકોટ ટેક્ષ વિભાગના વોર્ડ નંબર 10માં આવતી અને શહેરના કેવડાવાડી વિસ્તારમાં રહેતા ગોવિંદદાસ વલ્લભદાસ વાગડીયાના કબજા હેઠળની મિલકતનો ચડત વેરો વસૂલવા માટે ટેક્ષ ઇન્સ્પેક્ટર નિતિનકુમાર શિવશંકર ખંભોળીયા દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ માંગણીના અનુસંધાને આસામી દ્વારા મહાનગરપાલિકાની તરફેણમાં રૂ. 94,137/- નો ચેક આપવામાં આવ્યો હતો.

આસામી ગોવિંદદાસ વાગડીયા દ્વારા આપવામાં આવેલ ચેક પરત ફર્યો હતો. ચેક રીટર્ન થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આસામીને વિધિવત નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં રકમ જમા ન કરાવતા આખરે રાજકોટની અદાલતમાં ’ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ની કલમ 13ર8 તળે ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ અદાલતી કામગીરી દરમિયાન આરોપી દ્વારા મહાનગરપાલિકામાં ટેક્ષની ચડત રકમ જમા કરાવી દેવામાં આવી હતી. ટેક્ષની રકમ જમા થઈ ગઈ હોવા છતાં, ખોટો ચેક આપીને રાજકોટ મહાનગરપાલિકા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાથી મહાનગરપાલિકા દ્વારા કેસ પરત ખેંચવાને બદલે પુરાવા પર આગળ ચલાવવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ દ્વારા વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ તેમજ કાયદેસરના લેણા અંગેના પુરાવાઓ રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીની વર્તણૂક અને કાયદાકીય બાબતોને ધ્યાને રાખીને ગોવિંદદાસ વલ્લભદાસ વાગડીયાને 6 માસની કેદની સજા તેમજ રૂૂ. 1,41,205/- વળતર પેટે ન ચૂકવેતો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ પણ ફરમાવ્યો છે. આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકા વતી જાણીતા ધારાશાસ્ત્રી જીજ્ઞેશ એન.શાહ રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *