3 મહિના બાદ જેલમુકત થયેલા રાજદીપસિંહ રીબડા આવતા જશ્નનો માહોલ

અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રાજદીપસિંહ જાડેજાને જામીન મળી ગયા છે. ગોંડલ કોર્ટે જામીન મંજૂર કરતાં રાજદીપસિંહ જાડેજા જેલની બહાર આવ્યા હતા. ત્યારે ઢોલ-નગારાથી તેનું…

અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રાજદીપસિંહ જાડેજાને જામીન મળી ગયા છે. ગોંડલ કોર્ટે જામીન મંજૂર કરતાં રાજદીપસિંહ જાડેજા જેલની બહાર આવ્યા હતા. ત્યારે ઢોલ-નગારાથી તેનું સ્વાગત કરાયું હતું. રાજદીપસિંહ જાડેજાના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા.

જેલમુક્ત થયા બાદ રાજદીપસિંહ જાડેજા રીબડા ખાતે પહોંચતા ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજી સાથે સ્વાગત કરાયું હતું. રાજદીપસિંહ જાડેજા રિબડા પહોંચતા સૌ પ્રથમ હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ રિબડા ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. રાજદીપસિંહ જાડેજાનું પરિવારજનો દ્વારા કુમ કુમ તિલક કરી ફુલહારથી સ્વાગત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *