મોરબીના ઘુંટુ ગામે કારખાનામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

ઘૂટું નજીક આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. બનાવની…

ઘૂટું નજીક આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઓરિસ્સાના વતની હાલ મોરબીના ઘૂટું ગામની સીમમાં ઓરીન્ડા સિરામિકમાં રહીને કામ કરતા ધાંગા જીગલા મારંડી (ઉ.વ.26) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થ હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *