લાલપુર તાલુકાના નવાગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી ખરીદ કરેલા સીસીટીવી કેમેરાઓ પૈકીના બે સીસીટીવી કેમેરામાં ગામનાજ એક શખ્સ દ્વારા તોડફોડ કરી નખાઈ હતી, જ્યારે એક સીસીટીવી કેમેરો ચોરી કરીને લઈ ગયો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નવાગામ ના સરપંચ હરીશભાઈ ગોવિંદભાઈ સાગઠીયાએ મેઘપર- પડાણા પોલીસ મથકમાં જાહેર કર્યું છે, કે પોતાના જ ગામમાં રહેતો ધમા ખનુભાઈ નામનો દેવીપુજક શખ્સ કે જેણે નવાગામ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખરીદ કરાયેલા અને ગામની મધ્યમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાઓ પૈકીના બે સીસીટીવી કેમેરા અને તેના વાયરમાં તોડફોડ કરી અંદાજે 23 હજાર રૂૂપિયાની નુકસાની પહોંચાડી હતી. આ ઉપરાંત બે પૈકીનો એકસીસી ટીવી કેમેરો આરોપી ચોરી કરીને પોતાની સાથે લઈને ભાગી છુટ્યો હોવાથી મેઘપર પોલીસ સ્ટેશન ના એએસઆઈ વી.સી. જાડેજા દ્વારા દેવીપુજક શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.