માલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધા

ઓડીટ સમયે ભાંડો ફૂટયો, પોલીસમાં ઉચાપતનો ગુનો નોંધાયો શહેરના કુવાડવા રોડ પર માલિયાસણમાં આવેલી ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતાં કેશિયરે ગ્રાહકો પાસેથી…

ઓડીટ સમયે ભાંડો ફૂટયો, પોલીસમાં ઉચાપતનો ગુનો નોંધાયો

શહેરના કુવાડવા રોડ પર માલિયાસણમાં આવેલી ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતાં કેશિયરે ગ્રાહકો પાસેથી આવેલા રૂૂ.13,01,250 કંપનીમાં જમા કરાવ્યા નહોતા અને ભાંડોફોડ થતાં 3 લાખ જમા કરાવી દીધા હતા.આ મામલે ગેલોપ્સ મોટર્સ પ્રા.લિ.માં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં રાજદીપસિંહ ગંભીરસિંહ ચુડાસમા (ઉ.વ.34)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માલિયાસણમાં ફરજ બજાવતાં કેશિયર લક્ષ્મીવાડીમાં રહેતા ગિરિશ કિશોર જારિયાનું નામ આપ્યું હતું.

રાજદીપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ રાજકોટ-અમદાવાદ હાઇવે કુવાડવા રોડ માલીયાસણ ગામના સર્વે નં.15/2/2 રીલાયન્સ પેટ્રોલપંપની સામે ખાતે ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં છેલ્લા દશેક વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે અને આ કંપની મહીન્દ્રા કંપનીની ગાડી વેચવાનું તેમજ મહીન્દ્રા કંપનીના ઓટોપાર્ટસની ડીલરશીપ ધરાવે છે તેમજ આ કંપનીમાં કેશીયર તરીકે છેલ્લા દશ વર્ષથી ગીરીશભાઈ કીશોરભાઈ જારીયા નોકરી કરે છે જેઓ કંપનીની જુની-નવી ગાડીઓના વેચાણનું પેમેન્ટ સ્વીકારવાનું કામ કરતા હતા અને આ રકમ સ્વીકારવાની અને તે રકમ કંપનીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની જવાબદારી તેમની હતી અને ગેલોપ્સ કંપનીની હેડ ઓફીસ/રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ મુકામે સર્વે નં.220 સરખેજ સાણંદ ક્રોસ રોડ અમીન ઇકવીપમેન્ટ ની બાજુમાં એસ.જી. હાઇવે અમદાવાદ ખાતે આવેલ છે.

ગત તા.25ના કંપનીનું ઇન્ટર્નલ ઓડિટ આવ્યું હતું અને તેની તપાસમાં ખુલ્યું હતું કે, અલગ અલગ ગાડીના વેચાણના રૂૂ.8.15 લાખ આવ્યા હતા જે ગિરિશ જારિયાએ જમા લીધા હતા, પરંતુ કંપનીના એકાઉન્ટમાં તે રકમ જમા કરાવી નહોતી. અલગ અલગ ઇલેક્ટ્રિક વ્હિકલ વેચાણના રૂૂ.3.98 લાખ આવ્યા હતા જે પણ ગિરિશે જમા લીધા હતા, પરંતુ કંપનીમાં જમા કરાવ્યા નહોતા તથા તેમજ સિક્યુરિટીના રૂૂ.77 હજાર પણ તેણે કંપનીના એકાઉન્ટમાં જમા નહીં કરાવી કુલ રૂૂ.13,01,250ની ઉચાપત કરી હતી.

આ મામલે કેશિયર ગિરિશ જારિયાની પૃચ્છા કરતાં આ રકમનો તેણે અંગત ઉપયોગ કરી નાખ્યાનું કબૂલ્યું હતું અને તા.1 ડિસેમ્બરમાં તમામ રકમ કંપનીના ખાતામાં જમા કરાવી દેવાની ખાતરી આપી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર રૂૂ.3 લાખ જમા કરાવી બાકીની રકમ ચૂકવવાનો ઇનકાર કરી રૂૂ.10,01,250ની ઉચાપત કરી હતી.આ મામલે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી ગિરિશ જારિયા સામે કાર્યવાહી શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *