સુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલ

એક વર્ષ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ’તું ગીર સોમનાથ જીલ્લામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર સામે વન વિભાગે ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાનો આરોપી…

એક વર્ષ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ’તું

ગીર સોમનાથ જીલ્લામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર સામે વન વિભાગે ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાનો આરોપી ફરાર છે અને આ આરોપીએ એક વર્ષ પહેલા પણ સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું વન વિભાગે જણાવેલ છે.

સુત્રાપાડાના મોરાસા ગામે માઇનિંગ સાઇટ પર સિંહની હત્યાનો પ્રયાસ કરવાના ગંભીર કેસમાં વન વિભાગે કાર્યવાહી કરી છે. વન વિભાગે પાધરુકા ગામના વિજય જખૌત્રા નામના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આરોપીએ એક વર્ષ પહેલા સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે વેરાવળ રેન્જના આર.એફ.ઓ. કે.ડી. પંપાણીયાના જણાવ્યા અનુસાર, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વાયરલ થયા બાદ વન વિભાગે કાર્યવાહી કરી છે. આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 2(16), 2(36), 2(37), 9, 39, 50 અને 51 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાં જ આરોપી ફરાર થઈ ગયો છે. ઘટનામાં વપરાયેલું વાહન (ડોઝર) હાલ રિપેરિંગ હેઠળ છે. રિપેરિંગ બાદ વાહન સુત્રાપાડા કચેરી ખાતે જમા કરાવવા કંપની મેનેજમેન્ટે મૌખિક સહમતિ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *