રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને ધમકી આપી બળજબરીપૂર્વક વાહન પચાવી પાડવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા અને અકસ્માતમાં શારીરિક અસમર્થ બનેલા યુવાનને નાણાકીય કટોકટી વખતે ઊંચા વ્યાજે રૂૂપિયા આપી, પાછળથી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આજીડેમ પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી હિતેશભાઈ ધીરૂૂભાઈ રાણપરીયા (ઉં.વ. 43), જેઓ રાજકોટના ભાવનગર રોડ પર આવેલા શ્રી રામ પાર્કમાં રહે છે, તેઓ અગાઉ ક્ધસ્ટ્રક્શનનું કામ કરતા હતા. આશરે સાડા ત્રણેક વર્ષ પહેલાં 11 કે.વી.ની વીજ લાઇનનો કરંટ લાગવાના કારણે શારીરિક તકલીફો ઊભી થતાં તેઓ કોઈ કામકાજ કરવા માટે અસમર્થ બન્યા હતા. પોતાના મકાનના દસ્તાવેજ તેમજ દવાની સારવાર માટે અચાનક નાણાંની સખત જરૂૂરિયાત ઊભી થતાં અને સિબિલ સ્કોર ખરાબ હોવાથી બેંકમાંથી લોન ન મળતા, તેઓએ પરિચિત મારફતે કોઠારીયા રોડ પર રહેતા દેવરાજભાઈ સુખાભાઇ સોનારાનો સંપર્ક કર્યો હતો.
ગત તા. 05/06 ના રોજ દેવરાજભાઈએ ફરિયાદીને રૂૂ. 4,00,000 વ્યાજે આપવાનું નક્કી કર્યું હતું, જેમાં દર 15 દિવસે રૂૂ. 40,000નું વ્યાજ ચૂકવવાની શરત રાખવામાં આવી હતી. સુરક્ષાના બહાને વ્યાજખોરે સહીવાળા બે કોરા ચેક તથા હાથઉછીના નાણાં લીધા હોવાનું લખાણ કરાવી લીધું હતું. એટલું જ નહીં, શરૂૂઆતમાં જ રૂૂ. 40,000 વ્યાજ પેટે કાપીને માત્ર રૂૂ. 3,60,000 જ ફરિયાદીના હાથમાં આપ્યા હતા. ફરિયાદીએ બે વખત 15-15 દિવસના સમયગાળામાં કુલ રૂૂ. 80,000 વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા.
આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની જતાં અને કોઈ આવક ન હોવાથી ફરિયાદી સમયસર વ્યાજનો હપ્તો ચૂકવી શક્યા નહોતા. તેમણે પોતાનું મકાન વેચાઈ ગયા બાદ તમામ રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હોવા છતાં, આરોપી દેવરાજભાઈએ ઉશ્કેરાઈને ફોન પર બેફામ ગાળો આપી પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી. ગત તા. 21ના રોજ આરોપીએ ફોન કરીને ’જો પૈસા નહીં આપે તો તને મારી નાખીશ’ તેવી સ્પષ્ટ જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો.
અત્યાચારની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે તા. 18/08ના રોજ બપોરના સમયે આરોપી દેવરાજભાઈ સોનારા અને તેની સાથેના એક અજાણ્યા ઈસમે રામવન નજીકથી ફરિયાદીની માલિકીની અને ભાડે ફેરવાતી મારૂૂતિ અરટીગા કારના ડ્રાઈવર શેખરને અટકાવ્યો હતો. આરોપીઓએ ડ્રાઈવરને ગાળો આપી, મોતનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક અર્ટીગા કાર આંચકી લીધી હતી. આ બાબતે મધ્યસ્થી કરવા ગયેલા વ્યક્તિને પણ પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આખરે હિતેશભાઈ રાણપરીયાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી દેવરાજભાઈ સુખાભાઇ સોનારા તથા એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કોઈપણ જાતના લાઈસન્સ કે પરવાના વગર ઊંચા વ્યાજે નાણાં ધીરીને ગેરકાયદે વસૂલાત કરવા બદલ પોલીસે આ મામલે કડક તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડોડિયાએ તપાસનો દોર સંભાળ્યો છે.
