અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનની સામે એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના બની હતી. જેમાં ચાલીને જઈ રહેલી બે મહિલાઓેને કાર ચાલકે કચડી નાખી હતી. એક મહિલા પર વ્હીલ ફરી વળતાં સેક્ધડોમાં જ તેનું મોત થયું હતું. જ્યારે અન્ય મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ઈઈઝટમાં પણ કેદ થઈ છે.
આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બે મહિલાઓ પગપાળા જઈ રહી હતી ત્યારે એક કાર ચાલકે બેદરકારીપૂર્વક બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દેતા બન્ને મહિલાઓ કારની અડફેટે ચડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને મહિલાઓ હવામાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં એક મહિલા પર કારનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત બાદ બંને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે દયાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
