રાજુલાના સાવરકુંડલા રોડ પર કારે બાઇકને ઉલાળી, ઇજાગ્રસ્ત બાઇકચાલક પરિવારની કારમાં તોડફોડ

અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પરિવાર ઉશ્કેરાય કારની જાહેરમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો અને રાજુલા પોલીસ…

અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પરિવાર ઉશ્કેરાય કારની જાહેરમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો અને રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો રાજુલા પંથકમા જાહેરમાં કરાયેલી મારમારીથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે રાજુલા શહેરથી સાવરકુંડલા રોડ ઉપર પેટ્રોલપંપ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો બાઈકમાં સવાર બે વ્યક્તિ સવાર હતા કારમાં 1 વ્યક્તિ હતો બાઇક સવાર 1 વ્યક્તિને ઇજાઓ થતા પાછળથી બાઇક ચાલકના પરિવારજનો મોટી સંખ્યામાં આવી કાર પર તૂટી પડ્યા કારની જાહેરમાં તોડફોડ કરી કાચ ફોડયા કારમાં રીતસર ધમાલ મચાવી આ ઘટનામાં 1 રાહદારી નિર્દોષ વ્યક્તિ વચ્ચે પડી વાહનોમાં નુકસાન નહીં કરવાની સલાહ આપતા તેના ઉપર ઉશ્કેરાયા અને દોરડુ લઈ આવી તેના ઉપર હુમલો કરવા લાગ્યા જેના કારણે અન્ય રાહદારીઓમાં પણ વધુ રોષ જોવા મળ્યો હતો. જોકે મારા મારી દરમ્યાન ટ્રાફિક જામ સર્જાયો હતો થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે પોલીસને જાણ થતાં રાજુલા પોલીસ દોડી પોહચી પ્રથમ વાહન વ્યહાર શરૂૂ કરાવ્યો હતો અહીં અકસ્માત દરમ્યાન સામાન્ય ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દોડી આવી અકસ્માત અને હુમલાખોરો અંગે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *