અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા હતા.
આગ બુજાવવા માટે ભારે ભાગદોડ વચ્ચે અંતે કારની બાજુમા શાળામાંથી સાડી પાઇપ લાઇન મારફતે સ્થાનિક લોકોએ પાણી વડે કાર ઉપર મારો લગાવ્યો હતો જેના કારણે થોડા અંશે રાહત થઈ હતી જોકે કારમાં આગના કારણે આખી સ્વીફ્ટ કાર ભડથું થય હોવાથી હાલ પોલીસએ તપાસ શરૂૂ કરી છે આગ કેવી રીતે લાગી તે દિશામાં તપાસ શરૂૂ કરાય છે.