ઉમરાળા નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ધારીવાળા મેલડી માતાના મંદિર પાસે દુર્ઘટના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ…

ધારીવાળા મેલડી માતાના મંદિર પાસે દુર્ઘટના

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે.

મળતી વિગતો મુજબ પરવાળા ગામ નજીક આવેલા ધારી વાળા મેલડી માતાના મંદિર પાસે એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક ગોરધનભાઈ ડાહ્યાભાઈ વઘાસિયા (ઉંમર વર્ષ 55, રહે. પરવાળા, તા. ઉમરાળા) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂૂ ઊડી ગયું હતું. અકસ્માત સર્જનાર કારનો ચાલક લીલીયા તાલુકાના ખારા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતા જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તેમજ ઉમરાળા પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા જ ઉમરાળા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક ગોરધનભાઈના મૃતદેહને પીએમ અર્થે ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો આ બાબતે ઉમરાળા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *