ગુજરાતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન અભિયાનની પૂર્ણાહુતિ બાદ આજે રાજકોટ શહેર અને જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત આજે સવારે 11:00 વાગ્યે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન મુજબ હવે કોઈપણ મતદાન મથક પર 1200 થી વધુ મતદારો રાખી શકાશે નહીં. આ નિયમને પગલે રાજકોટ શશેર અને જિલ્લામાંમાં બુથની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થયો છે.
અગાઉના 2256 જેટલાબુથ હતા. જેમાંથી વધીને હવે નવા 2512 બુથ થયા છે. કુલ 256 બુથનો વધારોનો વધારો નોંધાયો છે, જ્યારે અગાઉ 23,91,027 મતદારો હતા, જે SIR પ્રક્રિયા બાદ ઘટીને હવે 20,55,357 થયા છે.જે નાગરિકોના નામ યાદીમાં નથી અથવા કોઈ ભૂલ છે, તેઓ જરૂૂરી પુરાવા સાથે ફોર્મ-6 ભરી શકશે. મતદારો પોતાનું નામ rajkot. nic. in hp rajkot. gujarat. gov.in પર ઓનલાઈન ચેક કરી શકશે. રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારોને ફોર્મ વહેચવામાં આવ્યા હતાં જે પૈકી અત્યાર સુધીમાં કુલ 4.34 કરોડ ફોર્મ પરત મળ્યાં છે. પણ હજુ સુધી 44.45 લાખ મતદારોનું મેપિગ થઈ શક્યુ નથી. મતદાર યાદીમાં નામ નહીં હોય તે પુરાવા સાથે ફોર્મ-6 ભરી શકશે. સાથે સાથે 19મી ડિસેમ્બરથી માંડીને18મી જાન્યુઆરી સુધી મતદારો રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ વાંધો પણ રજૂ કરી શકશે.
