કેનેડાએ મુંબઈ હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાનાની નાગરિકતા રદ કરી

કેનેડા સરકારે 2008ના મુંબઈ આતંકી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાનાની કેનેડિયન નાગરિકતા રદ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે. આ નિર્ણય પીએમ માર્ક કાર્નીની આગામી…

કેનેડા સરકારે 2008ના મુંબઈ આતંકી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાનાની કેનેડિયન નાગરિકતા રદ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે. આ નિર્ણય પીએમ માર્ક કાર્નીની આગામી ભારત મુલાકાત પહેલાં આવ્યો છે, જેને ભારત-કેનેડા સંબંધોમાં મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે.

કેનેડિયન સરકારે જાહેર કર્યું છે કે રાનાની નાગરિકતા રદ કરવાનું કારણ આતંકવાદી પ્રવૃત્તિઓ નથી, પરંતુ તેમણે નાગરિકતા અરજી દરમિયાન જાણીજોઈને ખોટી માહિતી આપી હતી અને મહત્વની હકીકતો છુપાવી હતી. આ કારણે કેનેડિયન સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન એક્ટ હેઠળ તેમની નાગરિકતા રદ કરવામાં આવી છે.

તહવ્વુર રાના પાકિસ્તાની અમેરિકી નાગરિક છે અને તેને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના નજીકના સહયોગી તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લશ્કર-એ-તૈયબા તથા લશ્કર-ઝદની મદદ કરવાના આરોપમાં સજા ફટકારવામાં આવી હતી. ભારતે ઘણી વખત કેનેડા પાસે તેને પરત મોકલવાની માંગ કરી હતી, પરંતુ કેનેડિયન કાયદા અને નાગરિકતાના કારણે આ પ્રક્રિયા લાંબી ચાલી રહી હતી.

આ નિર્ણયને ભારત તરફથી સકારાત્મક પગલું ગણવામાં આવી રહ્યું છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દો મહત્વનો રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયે આ પગલાને સ્વાગતયોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધના સંયુક્ત પ્રયાસોને વેગ મળશે.
રાનાની નાગરિકતા રદ થતાં તેને કેનેડામાંથી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. ભારત સરકાર તેને પરત મેળવવા માટે એક્સ્ટ્રાડિશનની પ્રક્રિયા શરૂૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *