વડાપ્રધાનના 5 જૂનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરતા સી.આર.પાટીલ – હર્ષ સંઘવી

નરેન્દ્રભાઈ મોદી ક।ઝ પ્લાન્ટની વિઝીટ બાદ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભા સંબોધશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.5મી જૂનના સુરત કાર્યક્રમના આયોજન અને આગોતરી તૈયારીઓ સંદર્ભે સુરત…

નરેન્દ્રભાઈ મોદી ક।ઝ પ્લાન્ટની વિઝીટ બાદ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભા સંબોધશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.5મી જૂનના સુરત કાર્યક્રમના આયોજન અને આગોતરી તૈયારીઓ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં લોકપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, લાભાર્થીઓ અને આગેવાનોની અવરજવર તથા અન્ય જરૂૂરી પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી તથા કેન્દ્રીય મંત્રીશ્રીએ તંત્રને જરૂૂરી માર્ગદર્શન આપીને વિવિધ વ્યવસ્થાઓ પ્રોટોકોલ મુજબ સમયસર પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.તેમજ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, આગામી તા.5મી જૂનના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનનો કાર્યક્રમ બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કામાં વડાપ્રધાનશ્રી હજીરા ખાતે આવેલ એલ. એન્ડ ટીના પ્લાન્ટની મુલાકાત લેશે. ત્યારબાદ બીજા તબક્કામાં સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાનશ્રી સંબોધન કરશે. આ અવસરે અંદાજિત રૂૂ.18 હજાર કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *