માણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યા

માણાવદરના બસ સ્ટેશન વાળી શેરીમાં આવેલી મોબાઈલની દુકાનમાં જ એક વેપારીની સરાજાહેર દિનદહાડે હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.…

માણાવદરના બસ સ્ટેશન વાળી શેરીમાં આવેલી મોબાઈલની દુકાનમાં જ એક વેપારીની સરાજાહેર દિનદહાડે હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

મળતી વિગતો અનુસાર, માણાવદરના બાલકૃષ્ણનગર જીઇબી પાસે ખાતે રહેતા 35 વર્ષીય જસ્મીન મનસુખભાઈ બેચરા પોતાની મોબાઈલની દુકાને હાજર હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ અચાનક દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને છરી વડે જસ્મીનભાઈ પર સપાટાબંધ પ્રાણઘાતક ઘા ઝીંકી દીધા હતા. છરીના ઊંડા ઘા વાગવાના કારણે લોહીલુહાણ હાલતમાં વેપારી ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ હુમલામા અન્ય એક વ્યક્તિ ઈજા થતા તેને પ્રથમ માણાવદર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા અને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે

હત્યાની આ સરાજાહેર વારદાતને અંજામ આપ્યા બાદ અજાણ્યો હત્યારો સ્થળ પરથી તકનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતાં જ માણાવદર પોલીસનો કાફલો તેમજ એસ.પી. ઓડેદરા અને ડીવાયએસપી ધાંધલ્યા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને સીલ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

પોલીસે મૃતકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી છે. મૃતક જસ્મીનભાઈ પોતાના પરિવારમાં પત્ની અને એક નાની દીકરીને વિલાપ કરતા છોડી ગયા છે. પરિવારના કમાનાર મુખીની આ રીતે અચાનક અને દર્દનાક હત્યા થતાં સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
અજાણ્યા હુમલાખોરે કયા કારણોસર આ ઘાતકી હત્યા કરી છે તે અંગેનું કારણ હજુ અબંધિત છે. પોલીસે લૂંટના ઈરાદા, કોઈ જૂની અંગત અદાવત કે અન્ય કોઈ કારણસર હત્યા થઈ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે હત્યારાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવીને નાકાબંધી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *