બ્યુટી પાર્લરમાં તૈયાર થઇ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: લગ્ન પ્રસંગમાં શોક છવાયો: બે ગંભીર
રાણપુર-ધંધુકા હાઈવે માર્ગ પર નાગનેશ ગામ નજીક એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે.ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.મૃતક દક્ષાબેન મુકેશભાઈ મઢવી (ઉંમર.43) વરરાજાના માતા હતા.વરરાજાના માતા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા અને બ્યુટી પાર્લર માં તૈયાર થઈન પરત ફરતા સમયે અકસ્માતનો ભોગ બન્યા જેમાં વરરાજાના માતા દક્ષાબેન મઢવીનું મોત થયુ હતુ અને બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.કારમાં સવાર પાંચ વ્યક્તિઓ નાગનેશ ગામના રહેવાસી હતા.
અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટના એ સમયે બની જ્યારે વરરાજાના માતા બ્યુટી પાર્લરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરે દિકરા સાવન મઢવી ના લગ્નપ્રસંગ હોવાથી તેઓ બ્યુટી પાર્લર ગયા હતા.અકસ્માતની જાણ થતાં રાણપુર અને ધંધુકા થી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. લગ્નનો પ્રસંગ માતમ માં ફેરવાઈ ગયો છે. અકસ્માતમાં વરરાજા ની માતા નું મોત નીપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે જ્યારે આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.