સતત ઉંચા આવતાં રોડ લેવલ અને તેના કારણે ચોમાસાના સમયે ભરાતા ઘરોમાં વરસાદી પાણીની સમસ્યા સામે ટેકનિકલ ઉકેલ
વેરાવળ શહેરમાં સતત ઊંચા આવતાં રોડ લેવલ અને તેના કારણે ચોમાસાના સમયે ભરાતા ઘરોમાં વરસાદી પાણીની સમસ્યા હવે સામાન્ય બની ગયેલ હોય અને લોકો આ સમસ્યા થી બચવા માટે મકાન તોડી ને નવેસરથી બનાવતા હોય છે પરંતુ વેરાવળ ના એક સિવિલ એન્જિનિયર આનો ’જુગાડ’ નહીં પણ ’ટેકનિકલ’ ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે દેશી જેક ની ટેકનિકનો ઉપયોગ કરી પોતાના આખા બંગલા ને જ જમીનથી ચારેક ફૂટ ઊંચું કરવાનું સાહસ ખેડ્યું છે.
દેશી જેક ની ટેકનિકનો ઉપયોગ કરી આખા બંગલા ને જમીનથી ચાર ફૂટ ઊંચો કરવાની કામગીરી શરૂૂ કરી છે જેથી વરસાદી પાણીની આફતથી નિવારણ લાવી શકાય છે. વેરાવળ માં રહેતા સિવિલ એન્જિનિયર સાજીદભાઈ અન્સારી છેલ્લા સાત વર્ષથી વરસાદી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. દર વર્ષે સોસાયટી માં પાણી ભરાતા અને ઘરનો કિંમતી સામાન બગડતો હતો. શરૂૂઆતમાં તેમણે મકાન તોડી ને નવું બનાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ આર્થિક અને સમયનો વ્યય ને ટાળવા તેના ’જેકિંગ ટેકનિક’ પર પસંદગી ઉતારી. નવું મકાન બનાવવામાં જે ખર્ચ થાય, તેના માત્ર 20 થી 25 ટકા ખર્ચમાં આ પદ્ધતિથી મકાન ઊંચું લાવી શકાય છે. આ ટેકનિક મધ્યમ વર્ગ માટે વરદાન સમાન હોવાનું સિવિલ એન્જિનિયર સાજીદભાઇ અન્સારી દ્વારા જણાવેલ છે.
આ કામગીરી કેવી રીતે ચાલી રહી છે ? જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાજીદભાઈ ના ચાર બીએચકે સુવિધા ધરાવતો અંદાજે 2200 સ્ક્વેર ફૂટ નો વિશાળ બંગલો ઊંચો કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાત ટીમ દ્વારા અંદાજે 150 જેટલા દેશી જેક મકાનના પાયામાં ગોઠવવામાં આવ્યા છે. હાલમાં આખું મકાન કોઈ પણ નુકસાન વગર સફળતા પૂર્વક બે ફૂટ ઊંચું કરી દેવામાં આવ્યું છે, જ્યારે હજુ વધુ બે ફૂટ ઊંચું કરવાની કામગીરી ચાલુ છે. મકાનમાં ક્યાંય તિરાડ ન પડે તે માટે અત્યંત સાવચેતી પૂર્વક દરેક જેક ને એક સાથે સંચાલિત કરવામાં આવે છે. નિષ્ણાત ટીમ દ્વારા અંદાજે 150 જેટલા દેશી જેક મકાનના પાયામાં ગોઠવવામાં આવ્યા છે. આ પદ્ધતિથી 1 થી 5 ફૂટ સુધી મકાન ઊંચું લાવી શકાય છે. આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે. સાજીદભાઇ અન્સારી ના જણાવ્યા અનુસાર આ ટેકનિક મધ્યમ વર્ગ માટે વરદાન સમાન છે.
