મેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયા

વિકાસકામોનો વર્ક ઓર્ડર આપવા 1.65 લાખ માગી પ્રથમ હપ્તો સ્વીકારતા ફસાયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે.…

વિકાસકામોનો વર્ક ઓર્ડર આપવા 1.65 લાખ માગી પ્રથમ હપ્તો સ્વીકારતા ફસાયા

મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે. 17:05, મેંદરડા તાલુકાના એક ગામે ATVT(આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો)ના કામો મામલે તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલ(ટીવી) રાદડિયા દ્વારા સરપંચ પાસે લાંચ માંગવામાં આવી હતી. ACBએ તાલુકા વિકાસ અધિકારીની અટકાયત કરી છે. તાલુકા વિકાસ અધિકારી પર લાંચનું છટકું ગોઠવાતા હાલ વહીવટી તંત્રમાં સોંપો પડી ગયો છે.

મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી ટીવી રાદડિયા સરકારી કામોના વર્ક ઓર્ડર આપવા માટે સરપંચ પાસે લાંચની માંગણી કરતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. વર્ગ-2 ના આ અધિકારીએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધા હતા. હાલ એસીબી દ્વારા આરોપી ઝઉઘની અટકાયત કરી તેમની મિલકતો અને અન્ય કોઈ ફાઈલોમાં ગેરરીતિ થઈ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મેંદરડા તાલુકાના એક ગામમાં ATVT યોજના હેઠળ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા. આ કામોના વહીવટી વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તેમજ અગાઉ થયેલા કામોના સેટલમેન્ટ પેટે TDOતુષાર રાદડિયાએ જાગૃત સરપંચ પાસે ટકાવારી મુજબ લાંચની માંગણી કરી હતી. ભ્રષ્ટ અધિકારીએ કુલ 1,65,000 રૂૂપિયાની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે અત્યારે અડધા પૈસા આપી જશો તો જ કામ આગળ વધશે.

ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે જાગૃત ફરિયાદીએ આ બાબતે તાત્કાલિક જૂનાગઢ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે પૂર્વ આયોજિત છટકું ગોઠવ્યું હતું. મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે જ્યારે ફરિયાદી લાંચના પ્રથમ હપ્તા પેટે 80,000 રૂૂપિયા આપવા પહોંચ્યા, ત્યારે TDOરાદડિયાએ પંચોની રૂૂબરૂૂમાં આ રકમ સ્વીકારી હતી. પૈસા સ્વીકારતાની સાથે જ પહેલેથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ સફળ ટ્રેપની કામગીરી જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. કરમુર અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન જૂનાગઢ એકમના મદદનીશ નિયામક એમ.પી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ એસીબીના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ ઇન્ચાર્જ અધિકારી તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસીબીએ લાંચની 80,000 રૂૂપિયાની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *