અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ અમરેલી એસપી સંજય ખરાતે 113 ગુંડા તત્વોની યાદી તૈયાર કરી છે. ધારીના સરદાર નગર પાછળ ખોડિયાર ડેમ નજીક રામાભાઈ લખમણભાઈ મેર અને કાનાભાઈ લખમણભાઈ મેર નામના બે આરોપીના ગેરકાયદેસર બાંધકામો ઉ5ર બુલડોઝર ફેરવી દીધા હતા.
આ બંને શખ્સો સામે મારામારી અને પ્રોહિબિશન એક્ટ સહિત કુલ 8 ગુન્હાઓ નોંધાયેલા છે. ધારી એએસએસપી જયવીર ગઢવીના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારની સૂચના અનુસાર ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ શખ્સોના ગેરકાયદે વીજ કનેક્શન પણ કાપી નાખ્યા છે અને વીજ વિભાગ દ્વારા દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી વિસ્તારના માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
