ચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લી

ત્રણેય હોટલના માલિક રાજકોટના હોવાનું જાણવા મળ્યું, રાત્રે નાયબ કલેકટરની ટીમની કાર્યવાહી ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી…

ત્રણેય હોટલના માલિક રાજકોટના હોવાનું જાણવા મળ્યું, રાત્રે નાયબ કલેકટરની ટીમની કાર્યવાહી

ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી, નાની મોલડી અને ચાણપા ગામમાં નેશનલ હાઈવે 47 પર આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલ સહિતના પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આશરે રૂૂ. 11.24 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

મોટી મોલડી ગામના સર્વે નંબર 353 પર આવેલી ઠાકર મંદિર (દિવેલિયુ)ની જમીન પર મોમાઈ હોટલ દ્વારા આશરે 2 એકર જમીન પર કોઈપણ પરવાનગી વગર વાણિજ્યિક ઉપયોગ કરવામાં આવતો હતો. આ પૈકી 1 એકર જમીન પર પાકું બાંધકામ અને હાઈવેને અડીને ચા-નાસ્તાનું સેટઅપ ઊભું કરાયું હતું. હોટલના માલિક જેન્તીભાઈ બાબુભાઈ બાવળિયા (રહે. રાજકોટ) દ્વારા હોટલ, ચા, પંચર, પાન મસાલા, કરિયાણાની દુકાનો, સ્ટાફ ક્વાર્ટર અને ટોયલેટ બ્લોક્સ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું.

દબાણકર્તાઓને 30 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણ દૂર ન થતાં, રાત્રે 10 વાગ્યે નાયબ કલેકટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરીને આ ગેરકાયદેસર પાકા બાંધકામો દૂર કર્યા હતા. આ કાર્યવાહીમાં 8 દુકાનો અને સ્ટાફ ક્વાર્ટર પણ હટાવવામાં આવ્યા હતા, અને આશરે રૂૂ. 7.20 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ચાણપા ગામમાં સર્વે નંબર 19 પર આવેલી 2 એકર સરકારી પડતર જમીન પર જય દ્વારકાધીશ હોટલ દ્વારા કબજો જમાવી વાણિજ્યિક ઉપયોગ કરવામાં આવતો હતો. હામાભાઈ સાદુલભાઈ રબારી (રહે. ચાણપા) દ્વારા ચા-પાણીની હોટલ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. બપોરના 3 વાગ્યે નાયબ કલેકટર અને મામલતદારની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને પતરાના શેડવાળી આ હોટલ અને એક ગેરેજ કેબિનનું દબાણ દૂર કર્યું હતું. આશરે રૂૂ. 4.04 કરોડ 70 લાખની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

નાની મોલડી ગામમાં સર્વે નંબર 122 પર આશરે 3 એકર જમીન પર તુલસી હોટલ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હતો. પ્રવીણભાઈ છનાભાઈ સભાયા (રહે. રાજકોટ) દ્વારા ઘણા સમયથી આ જમીન પર તુલસી હોટલ, ચા, પંચર, પાન મસાલાની દુકાનો અને હોટલ સ્ટાફ ક્વાર્ટર સહિતના પાકા બાંધકામો કરી વાણિજ્યિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જે રાત્રીના 11 કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યા. ઉક્ત તમામ ગેરકાયદેસર બાંઘકામનુ કુલ ક્ષેત્રફળ એકર 7-00 ગુ.(17.5 વિઘા)જમીન થાય છે.જેનું હાલની બજાર કિંમત રૂૂ.19,74,57,000 (અંકે ઓગણીસ કરોડ ચુમોતર લાખ સત્તાવન હજાર રૂૂપિયા પુરા)કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *