પોપટપરાના નામચીન ગુનેગારના મકાન પર બૂલડોઝર ફર્યું

અપહરણ, મારામારી સહિતના 11 ગુના આચરનાર કુખ્યાત શખ્સ સામે પ્ર.નગર અને ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી અપહરણ-મારામારી સહિતના 11 ગુનામાં સંડોવાયેલા શહેરના પોપટ પરામાં રહેતા અજય પરસોંડાની…

અપહરણ, મારામારી સહિતના 11 ગુના આચરનાર કુખ્યાત શખ્સ સામે પ્ર.નગર અને ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

અપહરણ-મારામારી સહિતના 11 ગુનામાં સંડોવાયેલા શહેરના પોપટ પરામાં રહેતા અજય પરસોંડાની ગેરકાયદેસર મિલ્કત ઉપર ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર.નગર પોલીસ દ્વારા પીજીવીસીએલ અને મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી હતી.

રાજકોટ શહેર સહિત ગુજરાતમાં રિઢા ગુનેગારોએ બનાવેલા મકાન, ઓફિસ, ગોડાઉન સહિતને તોડી પાડવાના રાજ્ય પોલીસવડાના આદેશને પગલે રાજકોટ પોલીસ દ્વારા શહેરના કુખ્યાત અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો ઉપર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે શહેરના રિઢા ગુનેગાર અજય પરસોડાના પોપટ પરા માં આવેલા મકાન અને ઓરડીને જમીનદોસ્ત કરી ગુનેગારોને સાનમાં રહેવા મેસેજ આપી દેવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ વી. આર. વસાવા, પી. આર. ડોબરિયા, ક્રાઇમ બ્રાન્ચના પીએસ આઈ એમ.કે. મોવલિયા અને તેમની ટીમે રેલનગર મેઈન રોડ પર ક્રિષ્ના પાર્ક સામે પોપટપરા શેરી નં.14માં કાજલ પાન પાછળ અજય માનસીંગભાઈ પરસોડાની ઓરડી અને મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અજયે છેલ્લા ઘણા સમયથી અહીં ગેરકાયદેસર રીતે મકાન અને ઓરડી બનાવીને રહેતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું.

અજય પરસોડા સામે અપહરણ, મારામારી સહિતના 11 ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની રાજ્ય પોલીસવડા ની સૂચના ને પગલે રાજકોટ શહેરમાં અલગ અલગ નામચીન ગુનેગારોની યાદી તૈયાર કરવા આવી હતી અગાઉ નામચીન ગુનેગારોના મકાન અને ગેરકાયદેસર મિલકતને જમીનદોસ્ત કરવાની કામગીરી બાદ પ્ર.નગર પોલીસે વધુ એક ગુનેગાર ની ગેરકાયદેસર મિલકત ઉપર ફેરવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *