નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના ભાવ સસ્તા કરવા, આવકવેરામાં છૂટ, કિસાન સન્માન નિધિમાં વધારો અને અમૃત ભારત ટ્રેનોની જાહેરાત સહિતની નોંધપાત્ર અપેક્ષાઓ છે.
બજેટની મોટી જાહેરાતો
-જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે
જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, દેશમાં 3 નવી આયુર્વેદ AIIMS બનાવાશે
-આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડની ફાળવણી
– મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે.
– મેગા ટેક્સાટઈલ પાર્ક ઊભા કરાશે
– મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરાશે
– 200 વારસાઓની કાયાકલ્પ કરાશે.
– 1 હજારથી વધુ ક્લિનિકલ સાઈટ તૈયાર કરાશે
– ટીયર-2 અને ટીયર-3ના શહેરોનો વિકાસ કરાશે
માળખાકીય સુવિધાઓ માટે 12.2 લાખ કરોડથી વધુની ફાળવણી
– MSMEને પ્રોત્સાહિત કરવા 10000 કરોડની ફાળવણી
– ગ્લોબલ બાયો ફાર્મા સેન્ટર માટે 10000 કરોડની ફાળવણી
– વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે
– દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે
– દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે.
– 4 રાજ્યોમાં રેર અર્થ મિનરલ
– 7 હાઈસ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત કરાશે
– 5 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોના વિકાસ પર ભાર મૂકાશે
આર્થિક વિકાસને વેગ આપવા માટે છ મુખ્ય ક્ષેત્રોમાં હસ્તક્ષેપોનો પ્રસ્તાવ મૂકતા, નિર્મલા સીતારમણે કહ્યું, “અમે ઝડપી અને સ્થિર આર્થિક વિકાસ માટે છ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આમાં સાત વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઉત્પાદનનો વિસ્તાર કરવો, પરંપરાગત ઔદ્યોગિક ક્ષેત્રોને પુનર્જીવિત કરવા, ચેમ્પિયન MSME બનાવવા, માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવી, લાંબા ગાળાની સુરક્ષા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવું અને શહેરી આર્થિક ક્ષેત્રોનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે.”
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ થયું છે અને ઉર્જા સુરક્ષા મજબૂત થઈ છે. સરકારે લોકશાહી કરતાં સામાન્ય લોકોને પ્રાથમિકતા આપી છે. સરકારે વાણી-વર્તનની જગ્યાએ સુધારાઓને પસંદ કર્યા છે. મોદી સરકારે નિર્ણાયક પગલાંનો માર્ગ અપનાવ્યો છે. ભારતની વિકાસ યાત્રા સતત આર્થિક વૃદ્ધિ અને નિયંત્રિત ફુગાવા દ્વારા ચિહ્નિત છે. નીતિગત નિર્ણયોએ મજબૂત મેક્રોઇકોનોમિક સ્થિરતા સુનિશ્ચિત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે મોદી કેબિનેટ સમક્ષ બજેટ રજૂ કર્યું હતું જેને ઔપચારિક રીતે મંજૂરી આપી દેવામાં આવી હતી.આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બજેટ વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતાા. આ બજેટમાં સરકાર 5 મોટી જાહેરાતો કરી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે તૈયાર છે, તેમણે હાથથી વણેલી કાંચીવરમ સિલ્ક સાડી પહેરી હતી જે તમિલનાડુના સદીઓ જૂના વણાટ વારસાને માન આપે છે. તે જાંબલી કટ્ટમ કાંચીવરમ સાડી છે જેમાં હળવા સોનેરી ભૂરા રંગના ચેક અથવા કટ્ટમ છે, અને તેમાં કોફી બ્રાઉન બોર્ડર છે જેમાં દોરાકામ છે.
————
