નવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઇનું હાર્ટએટેકથી મોત

રાજકોટમાં હાર્ટ એટેક વધુ ત્રણના મૃત્યુ નોંધાયા છે.જેમાં નવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેમજ રોલેક્સ રોડ ગુલાબનગરમાં મહિલા અને…

રાજકોટમાં હાર્ટ એટેક વધુ ત્રણના મૃત્યુ નોંધાયા છે.જેમાં નવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેમજ રોલેક્સ રોડ ગુલાબનગરમાં મહિલા અને સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત નોપજ્યું છે.

વધુ વિગતો મુજબ,પ્રથમ બનાવમાં લાખાજી રોડ ઉદ્યોગનગરમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ કુમારખાણીયા (ઉ.વ.44) ગઈકાલે સાંજના સાત વાગ્યાની આસપાસ પોતે પોતાના બહેન મધુબેન રમેશભાઈ ડાભીના ઘરે નવાગામ દિવેલીયાપરામાં હતા ત્યારે હતા ત્યારે બેભાન થઈ જતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતી.અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાજેશભાઈ કારખાનામાં મજૂરી કરતા,ચાર ભાઈ અને ચાર બહેનમાં નાના અને અપરણિત હતા. ગઈકાલે બહેનના ઘરે આંટો મારવા ગયા અને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમના અવસાનથી પરિવારમાં શોક છવાયો હતો.

બીજા બનાવમાં રોલેક્સ રોડ ગુલાબનગરમાં રહેતા સુભાંગીદેવી પારસનાથ મોર્ય નામના 57 વર્ષના મહિલા પોતાના ઘરે અચાનક હાર્ટએટેકને કારણે બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા.ત્રીજા બનાવમાં મૂળ જામનગરના અને હાલ ખંઢેરી સ્ટેડિયમ પાસે આવેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા મધુબેન વાડોલિયા(ઉ.65)ને હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *