બનેવીએ સાળી અને સસરા સાથે કરી 5.61 લાખની ઠગાઈ: એક્ટિવા પણ પડાવી લીધું

રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલી રામ રણુજા સોસાયટીમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતા 23 વર્ષીય નિધીબેન મનસુખભાઈ ગોહેલે પોતાના સગા બનેવી નિખીલભાઈ…

રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલી રામ રણુજા સોસાયટીમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતા 23 વર્ષીય નિધીબેન મનસુખભાઈ ગોહેલે પોતાના સગા બનેવી નિખીલભાઈ રાજેશભાઈ ચંદારાણા (રહે. રેલનગર, રાજકોટ) વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ₹5,61,000ની છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નિધીબેને વર્ષ 2024માં તેમની સાથે નોકરી કરતા એક મિત્રને ₹2.80 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ નાણાં પરત મેળવવા માટે બનેવી નિખીલભાઈએ પોલીસમાં અરજી કરાવી હતી અને ત્યારબાદ સામાવાળા પક્ષ સાથે સમાધાન થયું હતું. સમાધાન પેટે મળેલા કુલ ₹2,80,000 રોકડા બનેવી નિખીલભાઈએ સાળી નિધીબેનના બેંક ખાતામાં જમા કરાવી દેવાના બહાને પોતાની પાસે રાખી લીધા હતા અને પરત કર્યા નહોતા.

આટલું જ નહીં, આરોપી બનેવી નિખીલભાઈ ફરિયાદીના ઘરે અવારનવાર આંટો મારવા આવતો હતો તે દરમિયાન તેણે કબાટમાંથી સસરા મનસુખભાઈનું એટીએમ કાર્ડ ચોરી લીધું હતું. ત્યારબાદ ગત તા. 18/04/2026 થી તા. 21/04/2026 સુધીના ટૂંકા ગાળામાં જુદા-જુદા સમયે સસરાના નાગરિક બેંકના ખાતામાંથી એટીએમ મારફતે ₹2,81,000 ઉપાડી લીધા હતા. જ્યારે સસરા બેંકમાં પાસબુકની એન્ટ્રી કરાવવા ગયા ત્યારે આ નાણાં ઉપડી ગયા હોવાની અને ખાતામાં માત્ર સો રૂૂપિયા જ બચ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ ઉપરાંત આરોપી બનેવીએ સાળી નિધીબેનને એવું જુઠ્ઠું જણાવ્યું હતું કે, પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તારા વિરૂૂદ્ધ કેસ થયેલ હોવાથી તારું એક્ટિવા ત્યાં જમા કરાવવાનું છે. તેમ કહી તે ફરિયાદીનું ₹47,000ની કિંમતનું એક્ટિવા (મોટર સાયકલ નં. GJ-03-PK-7830) અને આર.સી. બુક પણ લઈ ગયો હતો અને આજ દિન સુધી પરત આપ્યું નહોતું.

જ્યારે ફરિયાદીના પરિવારે બેંક સ્ટેટમેન્ટના આધારે તપાસ કરી ત્યારે આ નાણાં બનેવી નિખીલ ચંદારાણાએ જ ઉપાડ્યા હોવાનું ખૂલ્યું હતું. આ અંગે જ્યારે નિધીબેન અને તેમના પરિવારે આરોપી નિખીલ પાસે પોતાના રોકડા રૂૂપિયા, એટીએમથી ઉપાડેલી રકમ અને એક્ટિવા પરત માંગ્યા ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે સાળીને ફોન પર ગર્ભિત ધમકી આપતા કહ્યું હતું કે, હવે પછી રૂૂપિયા માંગતી નહીં, નહિતર ઘરે આવીને તને જાનથી મારી નાખીશ. આ મામલે આજીડેમ પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી બનેવી નિખીલભાઈ રાજેશભાઈ ચંદારાણા સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 318(4) (ઠગાઈ) અને 351(3) (ગુનાહિત ધમકી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *