મેટોડા GIDCની રબર ફેકટરીમાં આગ, કરોડોનું નુકશાન

મટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી ’ફિસફા રબર’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભડાકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ…

મટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી ’ફિસફા રબર’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભડાકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ રાજકોટ અને મેટોડા ફાયર બ્રિગેડની ટીમો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલ મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ છે.મળતી સત્તાવાર વિગતો અનુસાર, ફિસફા રબર કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. રબરનો જથ્થો હોવાને કારણે આગે ક્ષણવારમાં જ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ કંટ્રોલ રૂૂમને જાણ કરવામાં આવી હતી.

ઈમરજન્સી કોલ મળતા જ રાજકોટ અને મેટોડાના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે વોટર બ્રાઉઝર તથા કેમિકલ ફોમનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરી હતી. અગ્નિશામક દળની કલાકોની કઠિન જહમત બાદ આગને વધુ પ્રસરે તે પહેલાં નિયંત્રણમાં લેવામાં આવી હતી. ઘટના સમયે ફેક્ટરીમાં હાજર કર્મચારીઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં મોટી જાનહાની ટળી હતી. પોલીસે હાલ બનાવ અંગે નોંધ કરી આગળની કાનૂની તજવીજ હાથ ધરી છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ સોર્સ મુજબ, ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે કેમ તે દિશામાં પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાનું ચોક્કસ સાયન્ટિફિક કારણ જાણવા માટે એફ.એસ.એલ. ની ટીમની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત, ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા કે કેમ અને સંબંધિત એન.ઓ.સી. નિયમાનુસાર મેળવવામાં આવી હતી કે નહીં, તે તમામ પાસાંઓ પર પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *