આટકોટમાં પાટલા સાસુ પર બનેવીનું દુષ્કર્મ

આટકોટ પંથકમાં રહેતી પરિણીતા પર બનેવીએ દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આટોકટ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી છે. દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટના એક…

આટકોટ પંથકમાં રહેતી પરિણીતા પર બનેવીએ દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આટોકટ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી છે. દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટના એક ગામે રહેતી 30 વર્ષીય પરિણીતાએ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફ્રૂટના ધંધાર્થી 25 વર્ષીય સગા બનેવીનુ નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પોતે તેણીનો સગો બનેવી થતો હોય બનેવીએ ગત 2020ના મે માસમાં પરિણીતાના સાસરિયે આવી તેની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા આ નરાધમે પરિણીતાના જસદણ સ્થિત માવતરે જઇને પણ બદકામ કર્યું હતું.

પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીની પત્ની માવતરે આવી હતી ત્યારે બીમારીમાં સંપડાઈ હતી. બાદમાં તેની પત્નીએ સારવાર દરમિયાન દમ તોડી દેતા તમારા લીધે જ મારી પત્નીનુ મોત થયું છે અને તેની સારવારમાં અમે અઢી લાખ રૂૂપિયા ખર્ચ્યા તેમ કહી રૂૂપિયાની ઉઘરાણી કરી હતી. જે મામલે સમાજની બેઠક મળતા તેમાં મૃતકના માવતરે અઢી લાખ આરોપીને ચૂકવવા તેવું નક્કી થયું હતું. બાદમાં તેણે પાટલા સાસુ સોથી બદકામ કરતા આટકોટ પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *