કચ્છમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇને 40,000 રૂૂપિયાની લાંચ લેતા ACB ની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ સફળ ટ્રેપ બાદ ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ગુનો નોંધાયેલો હતો. આ ગુનાના કામે ફરિયાદીને હેરાન-પરેશાન ન કરવા અને તેમની ફેક્ટરી સુચારુ રીતે ચાલુ રાખવા દેવા બદલ ઙજઈં ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે ફરિયાદી પાસે 50,000 રૂૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે તરત જ ACB ના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ગાંધીધામ ACB માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACB ની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ગોઠવાયેલા છટકા દરમિયાન, આરોપી PSI ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. રકઝક બાદ, જ્યારે આરોપીએ ફરિયાદી પાસેથી 40,000 રૂૂપિયાની લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ ત્યાં હાજર ACB ની ટીમે તેમને દબોચી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપી ઙજઈંને કંઈક અંદેશો આવતા તેઓ સ્થળ પરથી લાંચની રકમ સાથે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
ગુનાનું સ્થળ ભુજમાં ગાયત્રી મંદિરના ગેટ પાસેનો રોડ હોવાનું સામે આવ્યું છે. હાલમાં એસીબી દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પૈસા પડાવનાર પોલીસ અધિકારી સામે થયેલી આ કાર્યવાહીથી જાગૃત નાગરિકોમાં ACB ની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
