જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી ઉપર 95 લાખની ઉઘરાણી મામલે હુમલો

જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ની ભંગારની લેતીદેતી નો વ્યવસાય કરતા એક વેપારીને કુલ રૂૂપિયા 95 લાખની ઉઘરાણી ના મામલે મારકુટ કરી ધાક…

જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ની ભંગારની લેતીદેતી નો વ્યવસાય કરતા એક વેપારીને કુલ રૂૂપિયા 95 લાખની ઉઘરાણી ના મામલે મારકુટ કરી ધાક ધમકી અપાઇ છે, અને તેના અને તેણી ની પત્નીના નામના 22 કોરા ચેક લખાવી લઈ મારકૂટ કર્યાની આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરીયાદમાં જણાવાયા મુજબ ગત તા તા.30/03/2026 અને તા.16/04/2026 ના દિવસે કૈલાશ નગર માં ફરીયાદીના ધર પાસેથી ફરિયાદી નરેશભાઇ વીરજીભાઇ મેંદપરા જાતે પટેલ (ઉ.વ.43) ને જામનગરમાં રહેતા આરોપીઓ (1) વિશાલ લગારીયા (ર) નીલેશ ડાંગર (3) સુભાષ રાવલીયા (4) સાગર કંડોરીયા (5) ચેતન રાવલીયા (6) જયદીપ લગારીયા (7) દીવુભા (8) સાગર વગેરે પૈસાની લેતી દેતી ના મામલે મારકુટ કરી ધાક ધમકી આપી હતી.

ફરીયાદી વેપારીએ વિશાલ લગારીયા , નીલેશ ડાંગર તથા સુભાષ રાવલીયા પાસેથી રૂૂ.65 લાખ ભંગારનો માલ લીધેલ તેમજ રૂૂ.30લાખનો ચેતનભાઇ રાવલીયા તથા સાગરભાઇ કંડોરીયા પાસેથી ભંગારનો માલ લીધો હતો. જે રૂૂપીયા પૈકી કુલ રૂૂ.10 લાખ વીશાલભાઇ તથા જયદીપભાઇને આપેલ હોય તેમ છતા વીશાલ , નીલેશ ડાંગર , ચેતન રાવલીયા , સુભાષ રાવલીયા અને જયદીપ લગારીયા , દીવુભા તથા અન્ય સાગરભાઇ બધાય ભેગા મળી ફરીયાદી પાસેથી અવાર નવાર રૂૂપીયાની ઉધારણી કરી ફરીયાદીને ઢીકાપાટુનો ઢોર માર મારી તેમની પાસેથી કુલ-22 કોરા ચેકો તેમના તેમજ ફરીયાદીની પત્નીના સહી વાળા બળજબરી પુર્વક ભયમાં ભુકી તેમની પાસેથી લઇ ગયા હતા.

તેમજ રૂૂપીયા ન આપુ તો મારા છોકરાઓને ઉપાડી જવાની ધાક ધમકીઓ આપી સુભાષએ સી.સી.ટીવી કેમેરો તોડી નુકશાની કરી હતી. જેથી નરેશભાઈ મેદપરા દ્વારા આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે તમામ આઠ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *