ગોંડલમાં સરદાર સોશિયલ ગ્રૂપના સમૂહ લગ્નમાં પટેલ યુવાનના દાનનો બહિષ્કાર?

ગોંડલ માં કોઇ ને કોઇ મુદ્દે આક્ષેપો કે વિવાદ નું વાતાવરણ સર્જતું રહેતુ હોય જેમાં આડકતરી રીતે ગોંડલ નું રાજકારણ નજરે પડતુ હોય છે. ગત…

ગોંડલ માં કોઇ ને કોઇ મુદ્દે આક્ષેપો કે વિવાદ નું વાતાવરણ સર્જતું રહેતુ હોય જેમાં આડકતરી રીતે ગોંડલ નું રાજકારણ નજરે પડતુ હોય છે. ગત રવિવારે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા લેઉવા પટેલની 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ધામધૂમપૂર્વક કરાયું હતું.

આ સમૂહ લગ્નમાં નિખિલ દોંગા દ્વારા 11,11,111 લાખનું દાન અપાયુ હતું.ત્યારે એક જુથ નાં મનાતા પિયુષ રાદડિયા દ્વારા સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરી આક્ષેપ કરાયો હતો કે ભાજપના સૌથી મોટા નેતાના પ્રેશરથી આયોજકો દ્વારા નિખિલ દોંગાનું દાન ન સ્વિકારાયું નથી. પિયુષ રાદડિયાએ આરોપ લગાવ્યો કે સમૂહ લગ્નના પોસ્ટર્સમાં દાતાઓમાં નિખિલ દોંગાનું નામ આવતા ગોંડલ ભાજપના મોટા નેતાએ આયોજકોને નિખિલ દોંગાનું દાન ન લેવા પ્રેશર કર્યુ હતુ.

પાટીદાર યુવક અને સામાજિક આગેવાન પીયૂષ રાદડિયા એ કહ્રુ કે અમારી પાસે પુરાવા પણ છે કે રાજકીય પ્રેશરના કારણે નિખિલ દોંગા દ્વારા આપાયેલ દાન સ્વીકારવાની ના પાડી, પિયુષ રાદડીયા એ વધુમાં કહ્યુ કે ભાજપ નાં આ મોટા નેતાએ આયોજકો ને જો દાન સ્વિકારાયું તો મારી સાથે દુશ્મની ની તૈયારી રાખજો તેવી ધમકી પણ આપ્યા નો આક્ષેપ કર્યો હતો.બીજી તરફ સમૂહ લગ્ન નાં આયોજકો પૈકી ગીરધરભાઇ વેકરીયા એ જણાવ્યું કે અગીયાર લાખ નાં દાન મુદે અમોને કોઇ રાજકીય આગેવાન નું દબાણ નથી આવ્યું.આ દાન લેવા અંગે ટ્રસ્ટી મંડળ માં મતમતાંતરો થતા કોઇ વિવાદ નાં સર્જાય તે હેતુ થી દાન સ્વિકારાયુ નથી.સોશિયલ મીડિયા માં કરાયેલ આક્ષેપ તદન પાયા વિહોણા છે.આ પટેલ સમાજ ને ગુમરાહ કરવાનો મિથ્યા પ્રયાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *