55 ગુનામાં પકડાયેલો બૂટલેગર હર્ષદ 13મી વખત પાસામાં ધકેલાયા

  હાલ થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર આવતી હોય જેના કારણે રાજકોટ શહેરમા દારૂની પ્રવૃતિ સાથે જોડાયેલા બુટલેગર દ્વારા શહેરમાં દારૂ ઘુસાડી પોતાની ગેરકાયદેસર પ્રવૃતી કરતા હોય…

 

હાલ થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર આવતી હોય જેના કારણે રાજકોટ શહેરમા દારૂની પ્રવૃતિ સાથે જોડાયેલા બુટલેગર દ્વારા શહેરમાં દારૂ ઘુસાડી પોતાની ગેરકાયદેસર પ્રવૃતી કરતા હોય છે. ત્યારે આવા બુટલેગરોને અંકુશમા રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આદેશ આપ્યો હોય જેથી પીસીબી દ્વારા રાજકોટ શહેરના નામચીન બુટલેગર હર્ષદ મહાજનને પાસા હેઠળ સુરત જેલમા મોકલી દેવામા આવ્યો હતો.

રાજકોટના અંકુર વાડીની બાજુમા ભવાની ચોક પાસે વૃંદાવન પાર્ક શેરી નં 1 મા રહેતા હર્ષદ ઉર્ફે મહારાજ માણેકલાલ માંડલીયા નામના બુટલેગર વિરૂધ્ધ પીસીબી શાખાના પીઆઇ એમ. આર. ગોંડલીયા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ હર્ષદ મહાજનને પાસામા ધકેલવા પાસા વોરંટની બજવણી હર્ષદ મહાજનને સુરત જેલ હવાલે કરી દીધો હતો. આ હર્ષદ મહાજન વિરૂધ્ધ મારામારી અને દારૂ સહીત પપ જેટલા ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

તેમજ હર્ષદ છેલ્લા રર વર્ષમા 1ર વાર પાસા હેઠળ જેલમા જઇ ચુકયો છે. ત્યારે પીસીબી શાખાએ 13 મી વખત હર્ષદ મહાજનને પાસામા ધકેલ્યો હતો. આ કામગીરીમા પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *